Gujarat Rain Update News: હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તરફ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદ ખાબક્યો તો રાજકોટ અને મોરબીમાં કરા સાથે વરસાદ (Gujarat Rain Update News) પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ અને મોરબીમાં કરા સાથે વરસાદ આવતા રોડ ઉપર બરફ જામી ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે.
રાજકોટ-મોરબીમાં કરા પડ્યા
રાજકોટના માલિયાસણમાં કરાનો વરસાદ પડી ચુક્યો છે. વિગતો અનુસાર માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તરફ સ્થાનિકો પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા બ્રિજ પર પોહચી ચુક્યા છે.આ સાથે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. વાંકાનેર શહેરના આસપાસના વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે. મહત્વનું છેકે, પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો મૂંઝાયા છે.
અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ
હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું. ત્યારપછી નરોડા, નિકોલ, શાહિબાગ, વાડજ, ઉસ્માનપુરામાં વરસાદ પડ્યો હતો. જોકે વરસાદી વાતાવરણના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સાથે આંબાવાડી, વસ્ત્રાપુર, નહેરુનગર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ સાથે બાવળામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
સુરતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ
અને બીજી તરફ સુરત જિલ્લામાં ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો છે. આજે સવારના સમયે ઓલપાડ, માંગરોળ, માંડવી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. આ સાથે સુરતના નાનપુરા વિસ્તારમાં જૂની સિવિલ રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. આ તરફ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સુરતના અઠવાલાઇન્સ, અડાજણ, પાલ, વેસુ, સ્ટેશન, વરાછા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube