ભજનમાંથી પરત ફરી રહેલા બે બાઈકસવારોને ભરખી ગયો કાળ- અજાણ્યા વાહનની ટક્કરે લીધો બંનેનો જીવ

2 youths died in Vadodara accident: રાજ્યમાં શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર અકસ્માતના બનાવા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં બે…

2 youths died in Vadodara accident: રાજ્યમાં શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર અકસ્માતના બનાવા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થતા ચકચાર મચી છે. વડોદરાના(2 youths died in Vadodara accident) ડભોઇ તાલુકાના ધર્મપુરી ગામના બે યુવકો ભજન માટે અન્ય ગામ જતા હતા ત્યારે તેમને કાળ ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ બનાવને લઇ ડભોઇ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભજનમાં જતા અકસ્માત સર્જાયો
આ અકસ્માતમાં રાજીવભાઈ રાઠોડિયાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, તેઓનો પુત્ર રાજેશ રાજીવભાઈ રાઠોડિયા ( ઉં.વ. 22 ) અને તુષારગીરી મહેશગીરી ગોસ્વામી (ઉં.વ 26 બંને રહે ધર્મપુરી) બંને મોટર સાઇકલ લઈને ભજન કરવા રાત્રે નીકળ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બંનેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. આ બનાવની જાણ થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત
આ બંને યુવક પોતાના ગામ ધર્મપુરીથી સાપા ગામે ભજનમાં નીકળ્યા હતા. ત્યારે ડભોઇ કરજણ રોડ પર આવેલ કાયાવરોહણ અને સુલતાનપુર ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. ટક્કર મારતા આ બંને યુવકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયુ હતુ.

અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ
આ બનાવને લઇ ડભોઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને યુવકોના મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું છે. આ બનાવમાં રાજેશભાઈ રાઠોડિયા ઘરે ખેતી કામ કરે છે અને તુષારગીરી ગોસ્વામી પોતાના પિતાનો ફરાસખાનાનો વ્યવસાય સાથે જોડાયેલ હોવાની માહિતી સામે આવી રહી છે. એક મૃતક યુવકને બે સંતાનો છે અને તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવને લઇ ડભોઇ પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *