Sex racket was caught in surat: સુરતમાં સ્પા અને મસાજની આડમાં છેલ્લા કેટલાક સમયથી કુટણખાનાં(Spa in Surat) શરૂ થઈ ગયા છે જેને લઈને સગીર વયના વિદ્યાર્થીઓ પણ સ્પા અને મસાજમાં જઈ રહ્યાં છે. શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની સૂચના હેઠળ શહેરમાં સ્પાના નામે દેહ વ્યાપારના ધંધો કરતા ઇસમોને પોલીસ શોધી રહી છે. તેની પર કાયદેસરની કાર્યવાહી કરવા A.H.T.U. સેલના પો. ઇન્સ. જી.એ.પટેલ તથા તેમની ટીમને સૂચના આપવામાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર વિભાગ-2 માં એક મકાનના ચોથા માળે પતરાની રૂમ બનાવી કુટણખાનું(Sex racket was caught in surat) ચાલતું હોવાની પોલીસ વિભાગમાં માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે રેઈડ પાડીને 2650 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ પોલીસે 4 લલનાને મુક્ત કરાવી સંલગ્ન કાર્યવાહી કરી છે.
ક્રાઈમ બ્રાંચ A.H.T.U. ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વરાછા લંબે હનુમાન રોડ ઘનશ્યામનગર વિભાગ-2 શેરી નંબર-19, પ્લોટ નં.242 ના ચોથા માળે બનાવેલા પતરાની રૂમોમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. અભિજીત અંશુભાઇ કાલીદાસ પાલ (ઉ.વ.36, રહે. ઘર નં.105 મારૂતી પેલેસ રૂદ્ર રેસીડેન્સી, ઉંભેર ગામ કડોદરા ચાર રસ્તા, સુરત)એ આ રૂમ એક વર્ષથી ભાડેથી રાખી હતી.
મુખ્ય આરોપી અભિજીત અંશુભાઇ કાલીદાસ પાલ આ રૂમ ભાડે રાખી 4 મહિલાઓ પાસે દેહવેપાર કરાવતો હતો. રેઈડ દરમિયાન પોલીસે કુલ 2650નો મુદ્દામાલ કબજે લીધો હતો અને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. આ પહેલા પણ વરાછાની એક સોસાયટીમાં આ રીતે પતરાના રૂમ ધાબા ઉપર બનાવી દેહવેપારનો ધંધો પકડાયો હતો.
પોલીસે રેઇડ દરમ્યાન 4 મહિલા અને મકાન ભાડે રાખી દેહવ્યાપાર ચલાવનાર અભિજીત અંશુભાઇ કાલીદાસ પાલની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સ્પા અને મસાજની આડમાં ચાલતા આવા ધંધાઓને બંધ કરવાનો આદેશ પોલીસને આપ્યો છે. જે બાદ હવે સુરત શહેરમાં પણ પોલીસ કમિશનરની સ્પેશિયલ ટીમે કાર્યવાહી કરી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube