મોરબીની રાણીબા ના તેવર ઢીલા પડ્યા: પોલીસ મોર બોલાવે એ પહેલા જ પોતાની ટીમ સાથે સરેન્ડર કર્યું

Raniba of Morbi surrendered at the police station: મોરબીની ચર્ચિત રાણીબાના તેવર ઢીલા પડ્યા છે. રાણીબા અને તેના સાથી મિત્રોએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું(Raniba of…

Raniba of Morbi surrendered at the police station: મોરબીની ચર્ચિત રાણીબાના તેવર ઢીલા પડ્યા છે. રાણીબા અને તેના સાથી મિત્રોએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું(Raniba of Morbi surrendered at the police station) છે. તમને જણાવી દઈએ કે મોરબીના રવાપર ચોકડીએ રાણીબા પાસે પગારની માંગ કરનાર દલિત યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. દલિત યુવકને રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલનું ચપ્પલ મોઢામાં મુકાવી યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા.

ફરિયાદને પગલે મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે ગઈકાલે એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે મુખ્ય આરોપી તરીકે નામ ચર્ચિત થનાર રાણીબા સહીતના વધુ 3 આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે, તો અન્ય એક આરોપીની શોધખોળ હાલ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલને ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે. તેવી જાહેરાત જોઈ હતી. જેથી નિલેષ નામક યુવક ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું. જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતો. જોકે, ઓફિસના કર્મચારીનો દર મહિનાની પાંચમી તારીખે પગાર કરવામાં આવે છે. જેથી કરીને તા. 6 નવેમ્બરના રોજ વિભૂતિ પટેલને ફરિયાદીએ ફોન કર્યો હતો.

આ મામલે નીલેશનું કહેવું છે કે, તેને મારવા માટે પહેલાથી જ પ્લાનિગ કરવામાં આવ્યું હતું. કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા. ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી લીફ્ટ પાસે લઇ ગયા હતા. ત્યાર બાદ તેઓ માર મારતા ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં યુવકને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બાંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદીને મોઢામાં લેવડાવી અપમાનિત કર્યો હતો.

આ મામલે યુવક દ્વારા પોલીસ સ્ટેશનમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહીત અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ મામલે પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત પટેલ અને ડી.ડી રબારી એમ 5 આરોપીની કોર્ટમાં આગોતરા જામીન અરજી રદ કરી હતી.

આ દરમિયાન પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હતી, જેમાં આરોપી ડી.ડી રબારીને ગઈકાલે ઝડપી લેવામાં આવ્યો હતો. તો અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી. જો કે જામીનની અરજી રદ થયા બાદ આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હજુ આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *