ગુજરાતભરમાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ… સૌરાષ્ટ્ર, દ.-મધ્ય ગુજરાતમાં ફરીવાર પડશે વરસાદ, પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ

Paresh Goswami Forecast Latest News: રાજ્યમાં હાલમાં પડેલ કમોસમી વરસાદથી ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. અને બીજી તરફ હવે ફરી એકવાર જગતના તાત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે પરેશ ગોસ્વામીએ (Paresh Goswami Forecast Latest News) કહ્યું છે કે, આ માવઠું હાલમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય.

હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી રહ્યા છે કે, તારીખ 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે.

આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી રહ્યા છે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, આ વખતે સાર્વત્રિક ઝાંપટા નહી હોય. આ વખતે વરસાદની તીવ્રતા ઓછી હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, રાજ્યમાં તારીખ 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *