દાનવીર કર્ણ ભૂમિ સુરતમાં વહી સેવાની સરવાણીઓ- પાવર લીફ્ટર ચેમ્પિયન ગોલ્ડ મેડાલીસ્ટ જયા પાંડેને મળી આર્થિક સહાય

Gold medalist Jaya Pandey: આજ રોજ દેશની એવી દીકરી ના સહાયક અને પ્રોત્સાહિત કરવાના નિમિત્ત બન્યા કે જેમનું નામ જયા પાંડે છે અને તેને પાવરલિફ્ટિંગ અને સ્ટ્રેન્થલિફ્ટિંગ માં નેશનલ ચેમ્પિયન છે સાથે સાથે તેણી તેમના રાજ્યમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન પણ છે.જયા પાંડે મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતી અને ભારત દેશ નું નામ રોશન કરવા (Gold medalist Jaya Pandey) આગળ વધી રહેલ દિકરી છે.

પરંતુ તમામ વ્હાલા દોસ્તો ક્યારેક સામાન્ય પરિવારની આર્થીક પરિસ્થિતી નબળી હોય તો આગળ વધવામાં આવી દિકરીઓને ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યારે આ જયા પાંડે દીકરી ની પરિસ્થિતિ એવી જ કઈંક હતી.

જે આજે નીલકંઠ ધુન મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ હરેશભાઈ પાલડીયાના ધ્યાને આવ્યું કે જયાબેન ને આગામી મેચ માં રમવા મટે જરૂરી કીટ અને સાધનો ની સગવડ નથી અને આર્થિક જરૂરિયાત જણાતા નીલકંઠ ધુન મંડળ તરફ થી તાત્કાલિક સહાય કરી મદદરૂપ થયા હતા.આ રીતે ઘણી દીકરીઓ ને તેમની કારકિર્દી માં આગળ વધવામાં આવતી મુશ્કેલીઓને વ્હારે સુરતના દાતાઓ આવી જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *