સુરતના ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે શ્રી અષ્ટવિનાયક ગણપતિ દાદાના મંદિરની 13મી સાલગીરીનું ભવ્ય આયોજન

Celebration of Ashtavinayak Temple in Surat: સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા નજીક આવેલું ભટલાઈ ગામે શ્રી અષ્ટવિનાયક ગણપતિ દાદાના મંદિરની 13મી સાલગીરીનું ભવ્ય આયોજન કરવાંમાં આવ્યું છે. આ ભવ્ય આયોજનમાં ગ્રામજનો સહીત અનેક ભક્તો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. જેમાં સાલગીરી નિમિતે ઘણા દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. એટલું જ નહિ મંદિરના કાર્યકરો અને ગ્રામજનો દ્વારા એક લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.(Celebration of Ashtavinayak Temple in Surat) જેમાં લોક પ્રસિદ્ધ ડાયરા કલાકાર સાગરદાન ગઢવી, અને ગોપાલ સાધુ ઉપસ્થિત રહેશે.

મંદિરની સાલગીરી નિમિતે વિવિધ કાર્યક્રમ
તમને જણાવી દઈએ કે ચોર્યાસી તાલુકાના હજીરા નજીક આવેલું ભટલાઈ ગામે શ્રી અષ્ટવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. જે મંદિરની સાલગીરી ૨૧ ડીસેમ્બરના રોજ ગુરુવારે હોવાથી મંદિરના કાર્યકરો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની સાલગીરી નિમિતે મંદિરમાં પૂજા આરતી બાદ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં ગ્રામજનો સહિત મંદિરે દર્શન કરવા આવતા ભક્તો પણ આવી શકે છે.

ભંડારાનું પણ આયોજન 
શ્રી અષ્ટવિનાયક ગણપતિ દાદાની સાલગીરીના અવસરે ગ્રામજનો માટે ગામમાં જ ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભટલાઈ ગામ તેમજ તેના આસપાસના લોકો પણ પ્રસાદી લઇ શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગામમાં દાદાની સાલગીરી મહોત્સવમાં ગામના યુવાનો, બહેનો, માતાઓ, વડીલો, નાના બાળકો અને આગેવાનો પણ આ આયોજનમાં ઉત્સાહભેર જોડાયા છે.

લોક ડાયરાનું આયોજન
મંદિરની સાલગીરી નિમિતે મંદિરના કાર્યકરો દ્વારા ગ્રામજનો માટે અને દાદાના ભક્તો ,માટે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે લોક પ્રસિદ્ધ કલાકાર સાગરદાન ગઢવી, અને ગોપાલ સાધુ હાજરી આપી ભજન ડાયરાની રંગત જમાવશે. મંદિરના કાર્યકરોએ તેમજ ગ્રામજનો દ્વારા દાદાની સાલગીરીમાં પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે તો ભાવિક ભક્તોએ દર્શન નો લાભ લેવાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *