સુરત પોલીસની સરાહનીય કામગીરી: શિક્ષિકાના 40 હજાર રૂપિયા ખોવાતા પોલીસે 1 કલાકમાં CCTVની મદદથી કર્યા પરત

Surat police returned 40 thousand rupees teacher: ફરી એક વાર સુરત પોલીસની પ્રશંસનીય કામગીરીએ સુરવાસીઓના મન જીતી લીધા છે. સુરતના ઉધના-મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા 40 હજાર CCTVની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે. પોલીસે ફરિયાદ આવ્યાના એક કલાકમાં જ કેસનો નિકાલ કર્યો જે ખૂબ જ પ્રશંસનીય છે.(Surat police returned 40 thousand rupees teacher) શિક્ષિકાએ કહ્યું હતું કે, રૂપિયા ઘર ખર્ચના હતા. મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી. સોસાયટીમાં જ ઘરથી 50 મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા. જોકે CCTV માં રૂપિયા અને મોબાઇલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બન્ને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતાં.

પ્રમિલાબેન્ન અલોકભાઈ બાગડી (રહે, A/2, ફ્લેટ નો.204 વસંત વિહાર સોસાયટી, બ્રેડલાઈનર CT લાઈટ)એ કહ્યું કે, તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઘટના 13મી બપોરની હતી. વેસુ રહેતા માતા-પિતાના ઘરેથી ઘર ખર્ચ માટે રૂપિયા 40 હજાર લઈ ઘરે પરત આવી રહી હતી. બેગમાં પૈસા અને મોબાઇલ ગાયબ હતા. આ જોઈ હોશ ઉડી ગયા હતા. દોડીને સોસાયટીમાં ગેટ તરફ જતા રસ્તામાંથી મોબાઇલ મળી આવ્યો હતો. જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા. જેથી પરત ફરતા એક બંગલામાં CCTV દેખાયા ને એમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી.

ચાલુ મોપડે પૈસા અને મોબાઇલ પડી જતા અને ત્યારબાદ એક મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઇલ છોડી પૈસા ઉપડતા CCTV માં કેદ થઈ ગયા હતા. બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈ ને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. મારી વાત સાંભળી બે પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક RTO ની એપ્લિકેશનમાંથી ગાડી નંબર ના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા આપી દીધા હતા.

ખટોદરા પોલીસ કર્મચારી જયરાજસિંહ વાઘેલાએ મહિલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું હતું. જો કે CCTV જોયા બાદ પૈસા ઉપડનાર વ્યક્તિનો વાહન નંબર મળી આવ્યો હતો.બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ હતી. રજિસ્ટ્રેશન નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી તાત્કાલિક ઘરે દોડી જતા માત્ર રજુઆત જ કરવી પડી એટલે સામાવાળા એ પણ માનવતા દાખવી.. પૈસા એમની પાસે જ છે આ, લ્યો, એમ કહી દીધું હતું. આનંદની વાત એ હતી કે એક કલાકમાં જ કેસનો નિકાલ કરી દીધો હતો. બીજી ખુશીની વાત એ હતી કે, પૈસા શિક્ષિકા બહેનના હતા. મહેનતના હતા. ઘર ખર્ચ ના હતા. આવા કાર્ય કરવાથી મન અને હૃદય બન્ને ખુશ થાય છે. આખું પરિવાર આભાર વ્યક્ત કરતું હતું. બસ આજ અમારા કામનું સર્ટીફીકેટ્સ કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *