આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ, સુરતમાં ગેરકાયદેસર રહેતા 9 બાંગ્લાદેશીઓને નકલી ભારતીય ડોક્યુમેન્ટ સાથે પોલીસે દબોચ્યા

9 Bangladeshis arrested from Surat: ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘુસણખોરી કરીને ભારત આવીને નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, તેમજ જન્મ તારીખના દાખલાઓ બનાવનારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને સુરત એસોજી તથા પીસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટ બનાવી આપનાર ઈસમ સહિત કુલ 10 જેટલા ઈસમોની ધરપકડ( 9 Bangladeshis arrested from Surat ) SOG દ્વારા કરવામાં આવી છે.

અલગ અલગ ડોક્યુમેન્ટ બોગસ રીતે બનાવનારા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા
સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘુષણકોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. પીસીબી અને એસઓજી પોલીસ દ્વારા આ બાબતે સંકલન કરીને હ્યુમનસોર્સીસ અને ટેકનિકલ સર્વલે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશથી આવી અલગ અલગ ડોક્યુમેન્ટ બોગસ રીતે બનાવનારા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને સાથે જ આ બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ પાનકાર્ડ જન્મના દાખલાઓ બોગસ રીતે બનાવી આપનારા ઇસન સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ રેકેટને સુરતની PCB અને SOG પોલીસે ઝડપી પાડ્યું છે
ભારતના પાડોશી બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતની અંદર ઘૂસણખોરી કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. ભારતના જુદા-જુદા રાજ્ય અને શહેરોમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રૂપિયા કમાવાની લાલચે ઘૂસણખોરી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી કરતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશની મહિલાઓને ભારતમાં લાવી તેની પાસે દેહવ્યાપારનું રેકેટ ચાલી રહ્યું છે ત્યારે સુરતમાંથી આવા જ એક માનવ તસ્કરીના રેકેટને સુરતની PCB અને SOG પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસની ટીમે ગેરકાયદેસર સુરતમાં વસતા અને બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરાવવા એજન્ટની ભૂમિકા ભજવનાર સહિત બે વેપાર કરવા લાવેલ બે મહિલા સાથે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે.

ખાતે આ તમામે ડુપ્લિકેટ રીતે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા
પોલીસ દ્વારા આ નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપીઓએ પોતે ભારતીય નાગરિક હોવાની ઓળખ બનાવવા માટે નકલી પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ પણ નકલી બનાવ્યું હતું અને ત્યારબાદ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, કડોદરાના જોલવા ખાતે આ તમામે ડુપ્લિકેટ રીતે ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને આકાશ માનકર નામના ઈસમ દ્વારા આ તમામને આ ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવ્યા હતા

અને આકાશ દ્વારા એક એપ્લિકેશન તેમજ ફોટોશોપ ની મદદથી આ તમામ ડોક્યુમેન્ટ બોગસ રીતે બાંગ્લાદેશીઓને બનાવી આપવામાં આવ્યા હતા અને આરોપીઓએ એવી કબુલાત કરી હતી કે મોહમ્મદ હારુનૂરરસીદ સુરત ખાતે મહિલાઓ પાસે સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો અને તે પોતાના વતન તેમજ ગામની આસપાસ રહેતી અને આર્થિક રીતે પરિવારનું ગુજરાન ન ચલાવી શકતી મહિલા તથા પુરુષને વધારે પગાર અપાવવાની લાલચ આપીને બાંગ્લાદેશના સતખીરા અને જોશેરે જિલ્લાથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરાવતો હતો અને ત્યારબાદ આ તમામ બાંગ્લાદેશીઓ અલગ અલગ રીતે કલકત્તાથી ટ્રેન તેમજ પ્લેન મારફતે સુરત તેમજ અન્ય શહેરોમાં રહેતા હતા. જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમની સામે પોલીસ દ્વારા સરથાણા લાલગેટ પાંડેસરા મહિધરપુરા ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 7 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

બનાવટી ડોક્યુમેન્ટ અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીને આધારે SOGની અલગ-અલગ ટીમ દ્વારા અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી રેઇડ કરી હતી. જેમાં પોલીસે ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરી વસવાટ કરનાર સાત પુરુષ અને બે મહિલા બાંગ્લાદેશે આરોપીને ઝડપી પાડી હતી. જેમાં પોલીસે બાંગ્લાદેશથી ગેરકાયદેસર સુરતમાં લાવનાર મુખ્ય એજન્ટ મો.હારૂનુરરશીદ મોહમીદને સૌપ્રથમ ધરપકડ કરી હતી. ત્યારબાદ મંસુર બક્કર મોલ્લા ઉ.વ. 33,શિયાન મો.મન્ન ખલીફા ઉ.વ. 29,શર્મીનખાનમ W/0 ઈનાયત શેખ ઉં.વ. 29, મો. કારૂખહુસૈન મો.હમીદ ઉ.વ. 21, તુલી D/G મો.આલમ મંડલ ઉ.વ. 20, કાજોલીબેગમ Wo/o મો.નાસીર સરદાર ઉ.વ.34, મો.રાણા લીયાકત મોલ્લા ઉ.વ.35, બહાદર રફીક ખા ઉ.વ. 28ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે તમામ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 11 ભારતીય આધારકાર્ડની કોપી, 8 ભારતીય પાનકાર્ડની કોપી, 8 બાંગ્લાદેશના નેશનલ કાર્ડની લેમીનેશન કોપી,1 ભારતીય ચૂંટણી કાર્ડની લેમીનેશન કોપી, 1 ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સની લેમિનેશન કોપી, 3 આર.સી. બુક, 5 અલગ-અલગ બેન્કના ડેબિટ​​​​​​​ કાર્ડ, 1 સ્પાઈસજેટ ફ્લાઈટનો બોર્ડિંગ પાસ, પાસપોર્ટ એપ્લિકેશન ફોર્મ, 5 બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર અને બનાવટી ડોક્યુમેન્ટ આધારે લોન મેળવી ખરીદી કરેલ વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *