ગાંધીનગર: આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યની તમામ 26 સંસદીય બેઠકો માટે (Gujarat BJP Loksabha incharges) પ્રભારીઓની નિમણૂક કરી છે. આમ કોંગ્રેસ જાગે એ પહેલા ભાજપ દ્વારા લોકસભાની તમામ 26 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે પ્રભારીઓની નિમણુંક કરી દીધી છે. આ સિવાય ભાજપ સુત્રો પ્રસેથી મળતી જાણકારી અનુસાર વિપક્ષમાંથી નેતાઓને ભાજપમાં લઇ આવવા માટે એક કમિટી બનાવાઈ છે. જેને ભાજપ દ્વારા સ્ક્રિનીંગ કમિટીનું (Gujarat BJP screening committee ) નામ આપવામાં આવ્યું છે. જેના સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરાની પસંદગી કરવામાં આવી છે.
પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયારે ગુજરાત ભાજપના કોર ટીમના સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ, અમરેલી અને ભાવનગર બેઠકો સોંપવામાં આવી છે.
પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુને પ્રભારી તરીકે જામનગર, પોરબંદર અને રાજકોટ બેઠકોની દેખરેખ કરશે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કચ્છ, બનાસકાંઠા અને પાટણ બેઠકના પ્રભારી રહેશે.
કિસાન મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ બાબુ જેબલીયા પક્ષના પ્રભારી તરીકે મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર સંભાળશે. નેશનલ ટ્રેનિંગ મૂવમેન્ટ વિભાગના રાજ્ય કન્વીનર કે.સી.પટેલને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યસભાના સાંસદ નરહરી અમીન આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ બેઠકોની દેખરેખ રાખશે. મહિલા સેલના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિ પંડ્યા સુરત, બારડોલી, નવસારી અને વલસાડ બેઠકોના પ્રભારી રહેશે.
સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરા સાથેની ટીમ અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા અંગે કામગીરી કરશે આ કમિટીમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube