પગપાળા પાવાગઢ જતા સંઘને પિકઅપ વાનના ચાલકે અડફેટે લેતાં અધવચ્ચે જ એક પદયાત્રીને ભરખી ગયો કાળ…

Bharuch Accident: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.જેમાં નિર્દોષ લોકોના જીવ હોમાતા હોય છે.ત્યારે આજે ભરૂચ નજીક હાઇવે(Bharuch Accident) પર પાવાગઢ જતા પગપાળા…

Bharuch Accident: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.જેમાં નિર્દોષ લોકોના જીવ હોમાતા હોય છે.ત્યારે આજે ભરૂચ નજીક હાઇવે(Bharuch Accident) પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

એકનું ઘટનાસ્થળ પર જ મોત
નવસારીના ગડત ગામનો 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો આ દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે રસ્તા પર જતા સંઘને અડફેટે લીધો હતો. જેમાં 5 જેટલા પદયાત્રીઓને ઇજા પહોંચી હતી.જયારે ગંભીર ઇજાના પગલે 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું.તેમજ અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બાદ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માત થતા આસપાસથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.જે બાદ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.આ અકસ્માતમાં મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી.જયારે આ એક્મતના પગલે મૃતક યુવકના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભુજ-ભચાવ હાઇવે પર અકસ્માત
બીજી તરફ ભુજ-ભચાઉ હાઇવે પર આજે સવારના અકસ્માત થયો હતો. જેમાં ભુજના પધ્ધર પાસે ભયાનક અકસ્માત થતા 3નાં મોત થયા હતા. તેમજ 5થી વધુ લોકો ઘાયલ થયા છે. તુફાન ગાડી પુલ સાથે અથડાતા 3નાં ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.