બિહારના રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું (nitish kumar resign) સોંપી દીધું છે. નીતિશે ભાજપનું સમર્થન હોવાનો પત્ર આપીને સરકાર બનાવવાની વાત રજુ કરી હતી. આ પહેલા સીએમ હાઉસમાં નીતિશની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ હતી. અહીં નીતિશે પોતાના રાજીનામાની જાહેરાત કરી. મળતી માહિતી મુજબ શપથ ગ્રહણ આજે સાંજે જ થઈ શકે છે.
નીતીશ કુમાર વિશ્વના એકમાત્ર એવા મુખ્યમંત્રી છે કે જેમણે મુખ્યમંત્રી પદ પર રહેવાની માટે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું, જેથી તેઓ ફરીથી મુખ્યમંત્રી બની શકે. તેઓ રેકોર્ડ 9 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જે સંભવત દુનિયાના પ્રથમ નેતા બનશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર 2 ડેપ્યુટી સીએમ સાથે શપથ લેશે. આ બંને ડેપ્યુટી સીએમ ભાજપના હોઈ શકે છે. BJP- JDU તરફથી 14-14 મંત્રીઓ શપથ લઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીએ પણ 2 મંત્રી પદની માંગણી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ સમારોહમાં હાજરી આપી શકે છે. નડ્ડા 3 વાગે પટના પહોંચી રહ્યા છે.
અહીં પટનામાં આરજેડીની બેઠક દરમિયાન તેજસ્વીએ દાવો કર્યો હતો કે અસલી રમત રમવાની બાકી છે. નીતિશ આપણા આદરણીય વ્યક્તિ હતા અને રહેશે. જે કામ બે દાયકામાં ન થઈ શક્યું, તે અમે થોડા સમયમાં કરી લીધું. લાલુએ પોતાના મંત્રીઓને રાજીનામું ન આપવા કહ્યું. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક આજે પૂર્ણિયા માં યોજશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube