Gujarat Budget 2024: નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે ૯૦ લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો(Gujarat Budget 2024) કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
• કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે `૧૮૩ કરોડની જોગવાઇ.
• સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે ₹૩૯ કરોડની જોગવાઇ.
• મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે ૪૦૦ નવી જગ્યાઓ ઉભી કરવા ₹૧૮ કરોડની જોગવાઇ.
• સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube