પૂનમ પાંડેના મોત પર ઘેરાયું રહસ્ય: ક્યાં છે પૂનમ પાંડેનો મૃતદેહ, આખા પરિવારના ફોન બંધ કેમ? EX બૉયફ્રેન્ડનો દાવો- તે જીવે છે…

Actress Poonam Pandey’s death Mystery: લોકઅપ ફેમ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરને કારણે નિધન થયું છે. આ સમાચાર શુક્રવાર (2 ફેબ્રુઆરી) ના રોજ જંગલની આગની જેમ ફેલાઈ ગયા, જ્યારે પૂનમ પાંડેના(Actress Poonam Pandey’s death Mystery) વેરિફાઈડ એકાઉન્ટ પર તેના નિધન અંગે એક પોસ્ટ શેર કરવામાં આવી. આ સમાચાર પછી, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.કારણ કે પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું હતું. આખો દિવસ, સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરતા રહ્યા.પરંતુ, મૃત્યુ બાદ પૂનમ પાંડેનું મૃતદેહ ક્યાં ગયું તે હજુ સુધી બહાર આવ્યું નથી.આ સમાચાર વચ્ચે પૂનમના બોડીગાર્ડ અમીન ખાને મોટો દાવો કર્યો છે.

લોકોના મનમાં ઉઠ્યા સવાલો
પૂનમ પાંડેના નિધન બાદ મુંબઈથી કાનપુર સુધી હલચલ મચી ગઈ છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે જો પૂનમનું અવસાન થયું છે તો તેના મૃતદેહ અને અંતિમ સંસ્કાર વિશે અત્યાર સુધી કોઈ સમાચાર કેમ નથી? પરિવાર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન કેમ બહાર પાડવામાં આવ્યું નથી? આવા અનેક સવાલો વચ્ચે અભિનેત્રી સાથે છેલ્લા 11 વર્ષથી કામ કરી રહેલા તેના બોડીગાર્ડ અમીન ખાનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે મોટો દાવો કર્યો છે.

પૂનમ પાંડેના છેલ્લા દિવસો
થોડા દિવસો પહેલા સુધી પૂનમ પાંડે ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં હાજરી આપતી જોવા મળતી હતી. તેણે ચાર દિવસ પહેલા એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે બોડીગાર્ડની દેખરેખ હેઠળ એક કાર્યક્રમમાં ભાગ લેવા જતી જોવા મળી હતી. આ સિવાય તેણે એક ઈવેન્ટમાં પાપારાઝીને પણ કહ્યું કે તે ફર્સ્ટ ક્લાસ છે અને સારી જિંદગી જીવી રહી છે. બધાએ જોયું કે પૂનમને સર્વાઇકલ કેન્સરનું નિદાન થયું અને તેણે દુનિયાને અલવિદા કહી દીધું છે. પૂનમ છેલ્લે કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી. અભિનેતા કરણવીર બોહરા સાથે તેની ખૂબ સારી મિત્રતા હતી.

માતા અને બહેનનો ફોન સ્વિચ ઓફ
શુક્રવાર સવારે પૂનમ પાંડેના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ હેન્ડલથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પૂનમના મેનેજરે કરી હતી. જેમાં લખ્યુ છે કે સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમનું મોત થયું છે. તે બાદ કેટલાક ફેન્સે તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ કે, તેમણે આશા છે કે આ કોઇ ફેક ન્યૂઝ કે મજાક નથી. જોકે, આ વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક એક્ટ્રેસે પૂનમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય તેની માતાનો ફોન પણ બંધ છે.

પૂનમ પાંડેએ કેન્સરની કોઈ સારવાર કરાવી ન હતી
કાનપુરમાં એક્ટ્રેસ પૂનમ પાંડેના મોત અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. કાનપુરની રિજન્સી હોસ્પિટલમાં પૂનમ પાંડે નામના બે દર્દીઓની સારવાર કરવામાં આવી હતી બંનેની સ્થિતિ સારી છે. પૂનમ પાંડેના મૃત્યુને લઈને કાનપુરમાં ચાલી રહેલી ચર્ચાના સંદર્ભમાં અમારી ટીમ કાનપુરની કેન્સર હોસ્પિટલમાં ગઈ અને સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું હતું કે પૂનમ પાંડે નામની બે મહિલાઓ કાનપુરની રિજન્સી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી જેમાંથી એકની ઉંમર 65 વર્ષ અને બીજી 36 વર્ષની છે. 36 વર્ષની પૂનમ પાંડે શાહજહાંપુરની રહેવાસી છે. અમે તેમના પરિવાર સાથે વાત કરી હતી જેમણે કહ્યું કે મારી પત્ની પૂનમ પાંડેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. કાનપુરમાં તેને છાતીનું કેન્સર હતું જે સારવાર બાદ ઠીક થઈ ગયું હતું. બીજી મહિલા સર્વોદય નગરની પૂનમ પાંડે છે. તેણી 65 વર્ષની છે. તેણે તેના પૌત્ર સાથે તેના ઘરે વાત કરી છે,જે કહે છે કે તે સંપૂર્ણપણે ઠીક છે.

  • આખરે પૂનમ પાંડેનું અવસાન ક્યાં થયું? મુંબઈ, કાનપુર, પુણે કે પછી અન્ય કોઈ શહેરમાં?
  • જો પૂનમ પાંડે મૃત્યુ પામી છે તો તેની ડેડબૉડી ક્યાં છે? જો તે કેન્સરને કારણે અવસાન પામી છે તો કેમ હજી સુધી તેણે જે હૉસ્પિટલમાંથી સારવાર લીધી તે વાત સામે આવી નથી? જો તેનું મૃત્યુ આકસ્મિક હોય તો હજી સુધી પોલીસ ફરિયાદ કે પોલીસની એન્ટ્રી કેમ નથી થઈ?