Pankaj Udhas Passed Away: બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની(Pankaj Udhas Passed Away) માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ નિધન તયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.’
ઉધાસનું આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન
પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, તેમનું આજે સવારે 11.00 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના ચાલકોને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
બાળપણથી જ સંગીતની કારકિર્દી શરૂ કરી હતી
પંકજ ઉધાસની સંગીત કારકિર્દી 6 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. પોતાના મોટા ભાઈની મદદથી તેમણે સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને પછી તેમણે પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા. તેમના ઘરમાં જ તેમને સંગીતમય વાતાવરણ મળ્યું અને તેઓ સંગીતની દુનિયામાં આવ્યા અને સંગીતની દુનિયામાં જાણીતા થયા.પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેમના દાદાએ ગામમાંથી પ્રથમ વ્યક્તિ હતા જેમણે સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમના પિતા પણ સરકારી નોકરી કરતા હતા. આ રીતે તેમનો પરિવાર ગામના શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાંનો એક હતો.
2006માં પદ્મશ્રી મળ્યો હતો
પંકજ ઉધાસ પોતાની ગઝલના કારણે દેશના ખુણે ખુણા સુધી પહોંચી ચુક્યા હતા. તેમણે અનેક ખ્યાતનામ ગઝલોને પોતાના અવાજ થકી દેશના ખુણે ખુણા સુધી પહોંચાડી હતી. તેઓ બોલિવુડ માટે પણ અનેક ગીત ગાયા હતા. તેમને 2006માં તેમને પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો હતો.તેમનું પહેલું આલ્બમ ‘આહટ’ 1980માં રિલીઝ થયું હતું. આમાં તેમણે ઘણી ગઝલો ગાયી છે. પંકજ ઉધાસ તેમની ગઝલ ગાયકી માટે પ્રખ્યાત થયા હતા. તેમના પ્રખ્યાત ગીતોમાં ‘જીયે તો જીયે કૈસે બિન આપકે…’, ‘ચિઠ્ઠી આયી હૈ…’, ‘ના કજરે કી ધર, ના મોતી કે હાર…’નો સમાવેશ થાય છે.
સંગીત એકેડમીમાંથી સંગીતનો અભ્યાસ કર્યો
આ ઘટના બાદ માતા-પિતાને લાગ્યું કે પંકજ પણ તેમના ભાઈઓની જેમ સંગીતક્ષેત્રે વધુ સારું કામ કરી શકશે, ત્યાર બાદ માતા-પિતાએ તેમને રાજકોટની મ્યુઝિક એકેડમીમાં એડમિશન કરાવ્યું. પંકજના બંને ભાઈઓ મનહર અને નિર્મલ ઉધાસ સંગીતમાં જાણીતાં નામ છે.
શંકર મહાદેવન-સોનુ નિગમે દુઃખ વ્યક્ત કર્યું
પંકજ ઉધાસના નિધનથી સેલેબ્સ દુઃખી છે. ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન આઘાતમાં છે. તેમના મતે પંકજની વિદાય સંગીત જગત માટે મોટી ખોટ છે. જે ક્યારેય ભરપાઈ થઈ શકે એમ નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App