સુરત પોલીસે ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં જ શોધ્યો, પરિવાર સાથે મિલનના દ્રશ્યો જોઈ તમે પણ રડી પડશો

Surat News: સુરતમાં રાંદેર પોલીસે ગુમ થયેલા બાળકને કલાકમાં જ શોધી કાઢીને લોકોમાં ખાખી પ્રત્યેના વિશ્વાસને જાળવી રાખ્યો છે.રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મોરાભાગળ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો બાળક રમતા રમતા એકાએક ગુમ થઇ ગયો હતો.જેની જાણ પરિવારના સભ્યોએ રાંદેર પોલીસને કરતા રાંદેર પોલીસે(Surat News) ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી તેના માતાને સોંપતા માતા-પિતાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

બાળક રમતા-રમતા એકાએક ગુમ થઇ ગયો હતો
મળતી માહિતી મુજબ,સે ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવી છે. આ બનાવમાં રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ,મોરાભાગળ પાસે ગ્રીનપાર્ક સોસાયટી રહેતી 37 વર્ષીય તમન્ના ગુલઝાર શેખ જેઓની ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમનો 8 વર્ષનો દીકરો અરમાન બપોરના સમયે ત્રણ વાગ્યાની આસપાસ ઘરની બહાર રમતા-રમતા એકાએક ગુમ થઇ ગયો હતો.જે બાદ પરિવાર દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી,પરંતુ તે ન મળતા આખરે બાળકની માતા અને મોટી બહેનએ આ અંગે રાંદેર પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી.

ભાણકી સ્ટેડિયમ પાસે પહોંચી ગયો હતો
ફરિયાદ મળતાં જ પોલીસે બાળક જ્યાંથી ગુમ થયો હતો તે વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.સાથેજ બાળકનો ફોટો નજીકના વિસ્તારોમાં ફરતો કરી બાળક અંગે કોઇ માહિતી મળે તો તુરંત જણાવવા કહ્યું હતું. આ દરમ્યાન એવું સામે આવ્યુ હતું કે બાળક રમતા રમતા મોરા ભાગળ પાસે આવેલ ભાણકી સ્ટેડિયમ પાસે પહોંચી ગયો હતો.જે બાદ રાંદેર પોલીસની ટિમ અરમાનને લઇ રાંદેર પોલીસ મથક પહોંચી હતી.બાદમાં રાંદેર પોલીસે બાળકનો કબ્જો તેના પરિવારને સોંપતા તેના પરિવારના સભ્યોએ હાંશકારો અનુભવ્યો હતો.તેમજ માતા સાથે બાળકનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.તો બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોજમાં ગુમ થયેલ બાળકને શોધી કાઢીને ખુબજ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.જેથી પરિવારના લોકોએ પણ રાંદેર પોલીસનો આભાર માન્યો હતો.

પરિવારે રાહતનો શ્વાસ લીધો
આ બાબતે બાળકની ફોઇ નિલોફરે જણાવ્યુંકે, રાંદેર વિસ્તારમાં આવેલ મોરા ભાગળ પાસે ગ્રીન પાર્ક સોસાયટીમાં મારો મોટો ભાઈ રહતો હતો તેમનું થોડા મહિના પહેલાં કુદરતી અવસાન થઈ ગયું હતું.તેમજ તેની ત્રણ દીકરી અને એક દીકરો છે,ત્યારે આ દીકરો અચાનક ખોવાઈ જતા અમને લોકોને ભારે આઘાત લાગ્યો હતો.ત્યારે તાત્કાલિક આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા જ રાંદેર પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો અને તેઓ પોતાની અલગ-અલગ ટીમો બનાવી અરમાનની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી પણ ચેક કર્યા હતા જેમાં એક સીસીટીવીમાં અરમાન દોડતો જોવા મળ્યો હતો. તેના આધારે તથા અન્ય સ્થાનીકોના મદદથી અંતે સાંજે 7 વાગ્યાં ની આસપાસ અરમાન મોરા ભાગળ પાસે આવેલ ભાણકી સ્ટેડિયમ પાસેથી હેમખેમ મળી આવ્યો હતો. હાલ પરિવારમાં ખુશી જોવા મળી રહી છે