Board Exam 2024: ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા સકારાત્મક પગલા લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાને લઈને હંમેશા ટેન્શન રહેતું હોય છે. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો(Board Exam 2024) ભય દૂર કરવા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પોલીસ વહારે આવશે. અટવાયેલા પરિક્ષાર્થીઓને પોલીસ સમયસર કેન્દ્ર પર પહોચાડશે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર પર પોતાને મુંજવતા પ્રશ્નો પૂછી શકે છે.
બોર્ડ હેલ્પલાઇન- 1800-233-5500
જીવન આસ્થા હેલ્પલાઈન – 1800-233-3330
સ્ટેટ કંટ્રોલ નંબર- 9909036768
DEO અમદાવાદ – 9909922648
DEO અમદાવાદ ગ્રામ્ય – 9909970202
આ નંબર પર વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરી શકે છે.
ક્યાંય અટકાવ હેલ્પલાઈનની મદદ લો
વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે. બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે. ટ્રાફિકમાં ફસાવ, અકસ્માત થાય, સ્લીપ ખવાય તો પોલીસની મદદ માગો. આ માટે 100 નંબર ફોન કરવાનો રહેશે.
બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી
કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 33 અલગ-અલગ ગુના માટે 33 અલગ-અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે. જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં 15.89 લાખ વિદ્યાર્થી બોર્ડ એક્ઝામ આપી રહ્યાં છે
સમગ્ર ગુજરાતમાં આજથી 15.89 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં સુરતની વાત કરવામાં આવે તો શહેર સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરા થી આવરી લેવામાં આવ્યા છે. જ્યારે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App