Surat Kirti Bhuva: સુરતમાંથી વધુ એક બળાત્કારી ભુવાએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.સુરતના(Surat Kirti Bhuva) કતારગામ વિસ્તારમાંથી કીર્તિ માંડવીયા નામના ભુવાની કાળી કરતૂત સામે આવી છે.જેમાં એક યુવતીને ફસાવી તાંત્રિક વિધિના નામે તેની સાથે દુષ્કર્મ આચરવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.જે બાદ આ અંગે પીડિતાએ આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં આ કીર્તિ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે કતારગામ પોલીસે આ સોશિયલ મીડિયામાં ફેમસ આ બળાત્કારી ભુવાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. અંધશ્રદ્ધાના કારણે એક વધુ એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.સુરતમાં કતારગામ વિસ્તારના બાપા સીતારામ ચોક પાસેની સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતી કિર્તી માંડવીયા નામના ભુવાના સંપર્કમાં આવી હતી.જેના થોડા દિવસ બાદ કિર્તી માંડવીયાએ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. ત્યાર બાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને મોબાઈલ પર બંને વાતચીત કરતા થયા હતા.
દરમિયાન કિર્તી માંડવીયાએ યુવતીને વાતચીતમાં ફસાવી દોઢેક મહિના પહેલાં કતારગામ લલીતા ચોકડી પાસે આવેલા ગુજરાત મંચની ઓફિસે મળવા બોલાવી હતી.જે બાદ આ ભુવાના કહેવાથી બપોરના સમયે યુવતી ગુજરાત મંચની ઓફિસે ગઈ હતી. જ્યાં યુવતી પહોંચતા જ કિર્તી માંડવીયાએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને માદક પદાર્થ વાળો પ્રસાદ ખવડાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
થોડા સમય બાદ ફરી એકવાર તે યુવતીને કિર્તી માંડવીયાએ ફોન કરી ફરી પ્રેમ ભરી વાતો કરી હતી અને તેની ઓફિસે બોલાવી હતી. બપોરે 2 વાગ્યે યુવતી ત્યાં પહોંચી ત્યારે ફરી ઓફિસનો દરવાજો બંધ કરી માદ્ક પદાર્થ વાળું પાણી પીવડાવ્યું હતું. જે પીતા જ યુવતી બેભાન થઈ ગઈ હતી.જે બાદ હોશ આવતા જ કિર્તીએ કોઈ માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ કર્યું હોવાનું લાગતું હતું.ત્યારબાદ આખરે યુવતીએ આ નરાધમ વિષે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી,જે ફરિયાદના આધારે કતારગામ પોલીસે આ નરાધમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.આ સિવાય અન્ય કોઈ યુવતીને આવી રીતે પોતાની જાળમાં ફસાવી છે કે કેમ?તે દિશામાં તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App