Surat Accident: સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવમાં લોકો જીવ ગુમાવતા હોય છે.બેદરકારી ભર્યા ડ્રાઈવિંગને કારણે સર્જાતા અકસ્માતમાં(Surat Accident) ક્યારેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.ત્યારે આવી એક ઘટના સુરતના ભાઠેના વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં બ્રિજ પર ટ્રક ચાલકે બાઈક ચાલકને ઉડાવ્યો હતો. જેથી 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.ત્યારે આ યુવકના મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
જીવલેણ અકસ્માત
સુરત શહેરમાં ભાઠેના વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની મળતી વિગત અનુસાર 19 વર્ષીય નવાઝ ખાન નમાજ અદા કરીને ભાઠેનાના નવા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો,તે દરમિયાન સામેથી બે ટ્રક પુરપાટ ઝડપે આવી રહ્યા હતા.ત્યારે માતેલા સાંઢની જેમ આવતા ટ્રકમાંથી એક ટ્રકએ આ બાઇક્સવારને જોરદારની ટક્કર મારી હતી.જેના કારણે આ યુવક ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
19 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત
આ અકસ્માત બાદ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આસપાસનો રોડ લોહિયાળ બન્યો હતો.બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને લોકો પણ એકઠા થઇ ગયા હતા.જેને 108 તથા પોલીસને જાણ કરી હતી.જે બાદ 108ની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.જ્યાં યુવકનું મોત હોવાનું સામે આવતા તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.
અજાણ્યા ટ્રકચાલકની તપાસ
આ ગંભીર અકસ્માતના પગલે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.ત્યારે આ બનાવ અંગે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App