Songarh Accident: રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ બાદ હવે તાપી જિલ્લાના સોનગઢમાં કાર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો છે.મળતી માહિતી અનુસાર, સોનગઢ નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત(Songarh Accident) સર્જાયો છે. જેમાં આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતા થયો હોવાનું સામે આવ્યુ છે.ત્યારે આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
લોકોના ટોળેટોળા એકત્ર થયા
તાપીમાં અકસ્માતમાં 3નાં મોત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતા થયો હોવાનું સામે આવ્યું છે. જ્યાં કાર ઝાડ સાથે અથડાતાં વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયાં છે.ત્યારે આ અકસ્માતના પગલે હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
3 લોકોના કમકમાટીભર્યા મોત
તાપી જિલ્લામાં એક ગમ્ખાવર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. સોનગઢના હીરાવાડી ગામ પાસે થયો એક કારને અકસ્માત નડ્યો છે. ઘટના કઇક એવી છે કે એક વૃદ્ધા પગપાળા જઇ રહ્યા હતા. જેમને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે મોત થયુ છે.તો અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.ત્યારે ઇજાગ્રસ્તોને સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે. સોનગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં અકસ્માતમાં 7ના મોત
આ પહેલા આજે રાજકોટના ધોરાજીમાં અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. ભાદર ડેમમાં કાર ખાબકતાં મોત થયા છે. તેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં પણ શોક વ્યાપી ગયો છે. જેમાં ત્રણ મહિલા, 1 પુરુષનું અકસ્માતમાં મોત થયુ છે. મૃતકના નામ સામે આવ્યા છે. જેમાં સંગીતાબેન કોયાણી 55, લીલાવંતી બેન ઠુંમ્મર 52, દિનેશભાઈ ઠુંમ્મર 55 તેમજ હાર્દિકાબેન ઠુંમ્મર 22 વર્ષ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App