સુરત પોલીસે બતાવી 56ની છાતી! નામ પડતાં જ હાથ-પગ ધ્રુજે ત્યાંથી આરોપીને દબોચી લીધો; 26 વર્ષે પકડાયો, જાણો સમગ્ર ઘટના

Surat News: રાજકોટના રૂરલ જિલ્લના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેકટરીમાં વોચમેનની હત્યા કરી એક આરોપીએ લૂંટ કરી ભાગી ગયો હતો.જેને પકડવવા માટે પોલીસે 10,000…

Surat News: રાજકોટના રૂરલ જિલ્લના જેતપુર ખાતે 26 વર્ષ પહેલા ફેકટરીમાં વોચમેનની હત્યા કરી એક આરોપીએ લૂંટ કરી ભાગી ગયો હતો.જેને પકડવવા માટે પોલીસે 10,000 ઈનામની જાહેરાત કરી હતી.ત્યારે આખરે 26 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત પીસીબી પોલીસની ટીમે ઉત્તરપ્રદેશના(Surat News) ચિત્રકૂટ જિલ્લામાંથી જીવન જોખમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

26 વર્ષ પહેલા હત્યાને અંજામ આપ્યો હતો
સુરત PCB પોલીસે બાતમીના આધારે 50 વર્ષીય ઉત્તરકુમાર ઉર્ફે મિટલેષને (રહે.દઉ કે ડેરા રુકમન ચિત્રકૂટ,ઉત્તરપ્રદેશ) ઝડપી પાડ્યો હતો.આ આરોપી 26 વર્ષ પહેલા રાજકોટના જેતપુરમાં ટાઈલ્સના કારખાનામાં કામ કરતો હતો.તે દરમિયાન તેના સાગીરતો સાથે મળીને કારખાનામાં માલિકની કેબિનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.જે બાદ ચોરી કરવાના ઇરાદે કારખાનાની અંદર ઘુસ્યા હતા તે દરમિયાન વોચમેન આવી જતા તેઓએ વોચમેનને બાંધી દઈ તેને પથ્થર વડે મારી પતાવી દીધો હતો.

બાતમીના આધારે આરોપીની ધરપકડ
વોચમેનની હત્યા કર્યા બાદ આ આરોપી પોતાના વતનમાં નાસી ગયો હતો.તેમજ તે પોલીસથી બચવા માટે 26 વર્ષથી નાસતો ફરતો હતો.જેને પકડવવા પોલીસે ભારે મહેનત કરી હતી અને તે આરોપી પર 10,000નું ઇનામ જાહેર કર્યું હતું.આ આરોપી દિલ્હી ખાતે મજૂરીકામ કરતો હતો.જે બાદ આ આરોપી ચિત્રકૂટ મજૂરી કરતો હતો,ત્યારે સુરત પીસીબીની ટીમે તેને બાતમીના આધારે ઝડપી પાડી જેતપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

હત્યા કારીની કરી કબૂલાત કરી
આરોપીની પૂછપરછ કરતા તેને પોલીસને જણાવ્યું હતું કે,તે 26 વર્ષ પહેલા જેતપુરમાં મજૂરી અર્થે આવ્યો હતો.તે દરમિયાન તેની દાનત બગાડતા તેને ચોરી કરવાનું સિચાર્યુ હતું અને ચોરી કરવાના ઇરાદે તે કારખાનામાં ઘુસ્યો હતો,જેને વોચમેન જોઈ જતા તેને વોચમેનને પથ્થર વડે મારી મારી નાખ્યો હતો.જે બાદ તે અલગ અલગ રાજ્યમાં મજૂરી કરીને નાસતો ફરતો હતો.