2000ની નોટ બાબતે સરકારનો ખુલાસો, જાણો સરકારે શું નિર્ણય લીધો

સોશિયલ મીડિયામાં તાજેતરમાં રૂપિયા 2000ની નોટ બંધ થવા જઇ રહી હોવાના મેસેજો વાયરલ થયા હતા. આ બાબતે સરકારે રાજ્સભામાં ખુલાસો થયો છે કે, હાલમાં રૂપિયા 2000ની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. 8 નવેમ્બરના રોજ નોટબંધી પછી 2000 રૂપિયાનું નોટ ચલણમાં મુકવામાં આવી હતી. હવે આ નોટને બેંક ધીરે-ધીરે એટીએમમાંથી દૂર કરી રહી છે. જેને પગલે દેશભરમાં એવી અફવા ચાલી હતી. RBIએ જણાવ્યું હતું કે નાના શહેરો અને કસ્બામાં હાજર એટીએમમાંથી 2,000 રૂપિયાની નોટ દૂર કરવામાં આવી રહી છે.

જેના પગલે પણ નોટ બંધ થઈ રહી હોવાની બાબતો ચર્ચાઓ વહેતી થઈ હતી. ફાઇનાન્સ અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યસભાના એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, સરકારની તરફથી હાલ રૂપિયા 2000ની નોટને બંધ કરવાને લઈને કોઈ યોજના નથી. રાજ્યસભામાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું સરકાર ક્રમશ: બે હજારની નોટ બંધ કરવા જઇ રહી છે, તેના જવાબમાં અનુરાગ ઠાકુરે આ જવાબ આપ્યો હતો.

2000ની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા

એટીએમમાં 2000ની સ્લોટની જગ્યા પર બેંક 100 રૂપિયા, 200 રૂપિયા, અને 500 રૂપિયાનું સ્લોટ વધારી રહ્યા છે. આમ છૂટ્ટાની માથાકૂટને પગલે એટીએમમાં 2000ની નોટો ભરવાનું બંધ થયું છે. જે ગ્રાહકો માટે સવલતના ભાગરૂપે છે. જોકે, 2000ની નોટ બંધ નહીં થાય તેવો ખુલાસો થઈ ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના વાર્ષિક રીપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2,000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે અને તેમાં 2,000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6,582 અબજ રૂપિયા છે.

આઈટીને પણ દરોડામાં ઓછીમાત્રામાં મળી રહી છે 2000ની નોટ

રિઝર્વ બેન્કે પણ ખુલાસો કર્યો છે કે એટીએમમાંથી દૂર કર્યા બાદ 2,000ની નોટ નહીં મળે. જો કોઈને આ નોટની જરૂર પડે તો તે બેંકમાંથી લઈ શકશે. એટીએમમાંથી 2,000ની નોટ કાઢવા માટે ગ્રાહકોને મુશ્કેલી થતી હતી. આ નોટનું મોટું પેમેન્ટ કરવામાં સરળતા રહે પડે છે. કેમકે તેના છુટ્ટા મળવા મુશ્કેલ થઈ જતા હતા. ઈનક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં 5 કરોડ રૂપિયાથી વધારે રોકડ રૂપિયા જપ્ત કર્યા છે. જપ્ત કરવામાં આવેલી કુલ રોકડમાંથી નાણાકીય વર્ષ 2017-18માં 2000 રૂપિયાની 67.91% નોટ જપ્ત કરવામાં આવી. 2018-19માં આ આંકડો 65.93% રહ્યો. જ્યારે હાલના નાણાકીય વર્ષમાં આ ઘટીને 43.22% એ આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *