ભારતીય એરફોર્સનું વિમાન થયું ગુમ, જેમાં 13 સવાર લોકો પણ થયા ગાયબ. જાણો વિશેષ

અરુણાચલ પ્રદેશમાંથી ઉડાન ભર્યા બાદ તરત જ ગાયબ થયું ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન. વાયુસેનાનું AN-32 વિમાન અસમના જોરહાટથી અરૂણાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ લાપતા…

પ્રતીકાત્મક તસ્વીર

અરુણાચલ પ્રદેશમાંથી ઉડાન ભર્યા બાદ તરત જ ગાયબ થયું ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન. વાયુસેનાનું AN-32 વિમાન અસમના જોરહાટથી અરૂણાચલ પ્રદેશ માટે ઉડાન ભર્યા બાદ લાપતા થઈ ગયુ છે. વિમાન જોરહાટથી 12.25 પર ઉડ્યુ હતુ, છેલ્લી વાર તેમનો બપોરે 1 વાગે સંપર્ક થયો હતો, જે બાદથી જ તેમની સાથે સંપર્ક થઈ રહ્યો નથી.

વાયુસેનાના સૂત્રો અનુસાર વિમાનમાં 8 ક્રૂ મેમ્બર અને 5 મુસાફર સવાર છે. વિમાન શોધવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિમાન સાથે જોડાયેલી કોઈપણ જાણકારી અત્યાર સુધી સામે આવી નથી.

સામાન્ય રીતે જોઈએ આ દેશમાં ભારતની જ સંપતી મહેફૂસ નથી. 2016માં ચેન્નઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલુ AN-32 વિમાન લાપતા થઈ ગયુ હતુ. જેમાં ભારતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રૂ-મેમ્બર, 1 નૌસૈનિક, 1 સેનાના જવાન અને એક જ પરીવારના 8 સભ્ય હાજર હતા. આની તપાસમાં 1 સબમરીન, 8 વિમાન અને 13 જહાજ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *