Gujarat Latest News: અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થાના ટ્રસ્ટી પ્રકાશ પટેલ અને તેમના પરિવારે પોતાના જુવાનજોઘ દીકરો સ્વ. પ્રજેશનું દેહદાન કરી સમાજને (Gujarat Latest News) નવી દિશા બતાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઝાડા ઉલ્ટી થયા બાદ મોત
ચરોતર પંથકમાં સૌથી નાની ઉંમરના યુવાનના દેહદાનની સૌ પ્રથમ ઘટના બની છે.મૂળ આણંદ જીલ્લાના ઓડ ગામના વતની, હાલમાં મુંબઈ ખાતે રહેતા અને ઈસરોમાં ઈલેક્ટ્રીકલ સર્કિટ, ગોલ્ડ પ્લેટીંગ સપ્લાયનું કામ કરતા અને અંગદાનની જનજાગૃતિ માટે સમાજમાં કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલનો 39 વર્ષીય પુત્ર પ્રજેશ તેના પરિવાર સાથે કેનેડામાં રહેતો હતો અને બેકરીની દુકાન ચલાવતો હતો.
રવિવાર તા. 21 એપ્રિલના રોજ પ્રજેશને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા કલાકોની સારવાર પછી તેનું બ્લડ પ્રેસર ઘટી જતા તેમજ ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા તેનું મૃત્યુ થયું હતું. જેની જાણ મુંબઈમાં રહેતા પરિવારને જાણ કરવામાં આવી હતી.
પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો
ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈએ એક પળનો વિલંબ કર્યા પુત્ર પ્રજેશની આંખોનું દાન કરાવીને બીજી વ્યક્તિને રોશની આપો, પરંતુ હોસ્પિટલમાં આંખનું દાન થઈ શકયુ ન હતું. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એમ્બાલ્બીંગની રાસાયણિક પ્રક્રિયા કરીને મોર્ગમાં મુકવામાં આવ્યો હતો અને તેના પાર્થિવ દેહને કેનેડા થી ભારત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
મેડીકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા દાન કરાયું
સોમવાર તા. 29 એપ્રિલના રોજ સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એર ઈન્ડિયાના વિમાન મારફત ટોરેન્ટો થી દિલ્હી, દિલ્હી થી અમદાવાદ, અમદાવાદ થી એમ્બ્યુલન્સ મારફત ઓડ ગામ લાવવામાં આવ્યો ત્યારે વાતાવરણ ખુબ જ ગમગીન બની ગયું હતું અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હી થી અમદાવાદ એર ઈન્ડિયાના વિમાન મારફત સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતીરાજ સિંધિયા અને આણંદના સાંસદ મીતેશભાઇ પટેલ (બકાભાઈ) નો સહકાર સાંપડ્યો હતો. સ્વ. પ્રજેશનો અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડીકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા માટે સ્વ. પ્રજેશના દેહનું દાન કરવું જોઈએ.
આ દેહદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજેશભાઈની પત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબેન તથા સમગ્ર સુર્યજર્દા પરિવાર, સસરા હરીશભાઈ, સાસુ કોકીલાબેન, તેમની બહેનો પૂજા અને ચાંદની, CVM એજ્યુકેટીવ બોર્ડના મેમ્બર પ્રદીપભાઈ પટેલ, કિરણભાઈ પટેલ (કોમ્ફી), રેડક્રોસ આણંદના શૈલેશભાઈ પટેલ, CVM યુનિવર્સીટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, વાઈસચેરમેન મનીષભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App