વડોદરામાં શેરડીનો રસ પીધાં બાદ 2નાં મોતથી ખળભળાટ! પરિવારનો કયો સભ્ય વેરી? જાણો સમગ્ર મામલો

Vadodara News: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા બાદ બે મોત થયા હતા. જોકે આ કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. શેરડીના રસનું કોલુ ચલાવનાર આધેડની જ પત્ની અને પિતાના મોત થયા છે જ્યારે વર્ષનો(Vadodara News) પુત્ર ગંભીર છે અને આઇસીયુમાં દાખલ છે. આધેડ પોતે પણ સારવાર માટે એસએસજીમાં દાખલ થયો અને પોલીસ તપાસ માટે આવી ત્યારે સમગ્ર હકિકત સપાટી પર આવી હતી.

વડોદરા શહેરમાં ચકચાર મચાવનાર સામુહિક આત્મહત્યાના કેસની મળતી વિગત એવી છે કે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા તેમણે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, શેરડીનો રસ પીધાના ત્રણ કલાક પછી આકાશને ઉલટી ચાલુ થઈ જતા સારવાર માટે લાવ્યો છું અને મારી પત્ની બિંદુએ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીવડાવી દીધો હોવાનો લાગે છે.

પોલીસને આખી ઘટના શંકાસ્પદ લાગી
આ ઘટના પછી ચેતન અને અન્ય કુટુંબીજનોએ પત્ની તથા પિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. તેના પછી ચેતન પોતે એસએસજીમાં સારવાર અર્થે દાખલ થઈ ગયો હતો. જો કે પોલીસને આખી વાત જ શંકાસ્પદ લાગી રહી છે. તેથી પોલીસ આ કેસમાં આત્મહત્યા અથવા ફૂડ પોઇઝનિંગના એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળે જઈ પુરાવા એકત્રિત કરવા માંડી છે.

શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડ ભેળવ્યુ હોવાની શંકા
શેરડીનો રસ પીધા બાદ બેના મોતની ઘટના અંગે તપાસ કરી રહેલ મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે કહ્યું હતું કે આ ઘટના શંકાસ્પદ લાગતા અમે ઊંડાણથી તપાસ કરી રહ્યા છે. હાલમાં એવી માહિતી મળી છે કે શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડની ગોળી ભેળવવામાં આવી હતી જેના કારણે રસ પીધા બાદ ઝેરી અસર થઇ છે.

પૂછ-પરછ બાદ ચેતને પણ ઝેર પી લીધું
પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેણે પણ ઝેર પી લેતા સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેઓની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા
પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા.