Ahmedabad news: રાજ્યના અમદાવાદ શહેરમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદમાં અમુક સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. બોમ ડિસ્પોઝલ સ્કોવડ પણ ઘટના સ્થળે તરત જ પહોંચી ચૂકી છે. મળતી માહિતી અનુસાર, આ ઈ-મેઈલ રશિયન સર્વરમાંથી ધમકી આવવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઈમેલ આવી રહ્યા છે. અમદાવાદનું (Ahmedabad news) પોલીસ તંત્ર કાર્યરત થઈ ગયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલો અને ધમકી મળ્યા પછી ધમકી પોકાર પુરવાર થઈ હતી. અમદાવાદની ઘાટલોડીયા ની આનંદ નિકેતન અને ચાંદખેડા ની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર દિલ્હીની સ્કૂલ અને આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના સ્થિત દિલ્લી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ ને આવો જ એક ઇમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં સ્કૂલ પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યા હતા.
આજે સવારે મળ્યો હતો ધમકી ભર્યો ઈ-મેઈલ
આજે સોમવાર સવારે અમદાવાદ શહેરની ત્રણ સ્કૂલને બોમ્બ થી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. ગોમ થી ઉડાડી દેવાની ધમકી મળ્યા પછી સ્થાનિક પોલીસ એ સ્કૂલમાં ચેકિંગ પણ હાથ ધર્યું છે. એસઓજી બોમ્સ કોડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ સ્કૂલોને મળ્યાં છે બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઈલ
ઓનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2,એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1,અમૃતા વિદ્યાલય ઘાટલોડીયા ઝોન- 1,કેલોરેક્ષ સ્કુલ ઘાટલોડીયા ઝોન- 1,આર્મી કેન્ટોનમેન્ટ અન્ય ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોને પણ ધમકી આપવામાં આવી છે.
5 દિવસ પહેલા દિલ્હીમાં પણ ધમકી મળી હતી
5 દિવસ પહેલા દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આ ધમકી એજ ઇ-મેઈલથી મોકલવામાં આવી છે. આ ઇ-મેઈલ સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પણ પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે.
હાલ તપાસ કરી રહ્યા છીએઃ DCP
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયાણે મીડિયાને જણાવ્યું છે કે, 7 જેટલી સ્કૂલને ઇ-મેઈલથી ધમકી મળી છે. હાલ અમે તેમાં તપાસ કરી રહ્યા છીએ. આ ધમકી ભર્યો ઇ-મેઈલ ફેક ઇ-મેઈલમાંથી આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App