મોરબી | તનિષ્ક શો-રૂમના એક મહિલા સહીત 5 કર્મચારીઓએ 1.56 કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ

Morbi Tanishq Showroom: મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શો રૂમને ચૂનો લગાવવાનું કામ કર્યું હતું. જેમાં ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા કર્મચારીએ અન્ય સાથે મળીને સોનાના દાગીના(Morbi Tanishq Showroom) નંગ 73 અને દીપકભાઈ પરમારના દાગીનાની ખોટી રસીદ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહિ આપી રૂ 1,56,14000 જેટલી રકમની ઉચાપત કરી શો રૂમ સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

તનિષ્ક શો-રૂમના કર્મચારીઓએ1.56 કરોડની ઉચાપત કરી
મોરબીના રહેતા વિમલભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ ભટી, આશિષભાઈ, ઈરફાન વડગામ, ભાવના સોલંકી અને ધવલ પટની એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, શો રૂમમાં નવા મેનજર આવતા ઘરેણાનો ફીઝીકલ સ્ટોક કરતા કઈ ગરબડ લાગી હતી. જ્યાં સ્ટોકની ગણતરી કરતા સીસ્ટમના સ્ટોક સાથે મળી રહ્યો ના હતો. જેથી ડીટેઇલમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં હરીલાલ ભટી શંકાસ્પદ હરકતા જોવા મળ્યા હતા. શો રૂમના સ્ટોકમાં મેનેજર તરીકે કામ કરતા ધવલ પટની પણ સંડોવણી માલૂમ પડી હતી. બંને પૂછપરછ કરતા બધો સ્ટોક કંપની અને માલિકની જાણ બહાર સ્ટોર બહાર લઇ ગયો હતો તેવું સ્વીકાર્યું હતું.

ચાર આરોપીની ધરપકડ
જેથી સ્ટોરના કારીગર તરીકે કામ કરતા આશિષભાઈ, સ્ટોરનો સેલ્સ સ્ટાફમાં નોકરી કરતા ઈરફાન સાદિક વડગામ, ભાવના સોલંકી આમાં સામેલ છે તેમ રૂબરૂમાં સ્વીકાર્યું હતું જે બાબતે ટાઈટન કંપની લીમીટેડને ઈમેલથી જાણ કરી હતી અને સ્ટોક ઓડીટર બીજા જ દિવસે તા. 03 એપ્રિલના રોજ સ્ટોર પર આવી સંપૂર્ણ ડીટેઇલ ઓડીટની પ્રક્રિયા શરુ કરી હતી અને સ્ટોક ઓડીટ દરમિયાન ધ્યાને આવ્યું કે હજી ઘણા બધા દાગીના પણ ગુમ છે.

જેની ગણતરી કરતા કુલ 104 નંગ ઘરેણા જેની કીમત રૂ 2,53,61000 થાય તે ગાયબ જોવા મળ્યા હતા જેની ઉચાપત સ્ટોરના કર્મચારી જેમાં સ્ટોર મેનેજર હરિભાઈ ભટી, સ્ટોક જવાબદારી સંભાળતા ધવલ સોની, ઈરફાન વડગમા, ભાવના સોલંકી અને કારીગર આશિષભાઈ દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું.

બેંકમાં ઘરેણા આપી પર્સનલ લોન લીધી હતી
હરિભાઈએ જણાવ્યું હતું કે, તેઓ મુથુટ ફાઈનાન્સ અને IIFL ફાઈનાન્સ અને ફેડ બેંકમાં ઘરેણા આપી જેની સામે પર્સનલ લોન લીધી હતી. તમામ ફાઈનાન્સ કંપનીમાંથી હરિભાઈને ગોલ્ડ છોડાવવા માટે રૂ 29 લાખથી વધુ લીધી હતી અને ઘરેણા પર લીધેલી લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા. તેમજ ઈરફાન વડગામાને પૂછતાં તેણે પણ મુથુટ ફાઈનાન્સમાં ઘરેણા આપ્યા હતા. જેની સામે પર્સનલ લોન લીધી હતી અને તે ગોલ્ડ છોડાવવા રૂ 13.75 લાખ આપ્યા હતા અને ઘરેણા છોડાવ્યા હતા.

આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી
જે તમામ કર્મચારીની પૂછપરછ કરતા ઘણા બધા ઘરેણાના રૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોંપી આપેલ પણ તેના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા. આમ પાંચેય કર્મચારીઓની ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય કુલ 73 નંગ ઘરેણા સહિત દીપકભાઈ પરમારે ખરીદી કરેલા સોનાના ઘરેણા પરત મગાવી પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂ 1.56 કરોડની ઉચાપત કરી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.