5000 દીકરીઓના પાલકપિતા મહેશ સવાણી આયોજિત સમૂહ લગ્ન 2024 ની થઇ જાહેરાત, જાણો શિડ્યુલ

Mahesh Savani: હજારો દીકરીઓના ‘પાલક પિતા’ મહેશ સવાણી, કે જેને આજે કોણ નથી જાણતું. છેલ્લા 12 વર્ષથી તે 5000 જેટલી દીકરીઓના લગ્ન કરાવીને પાલક પિતા બન્યા છે. તેમજ પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી દ્વારા આગામી તારીખ 21 અને 22 ડિસેમ્બર 2024ના રોજ ‘પિયરિયું’ લગ્નોત્સવ(Mahesh Savani) યોજવામાં આવ્યો છે.આ સાથે જ અનેક ફંક્શનો પણ રાખવામાં આવ્યા છે જેનું શિડ્યુલ આજે રોજ જાહેર કરવામાં આવ્યું હતું.,

યુગલોની મિટિંગ ગોઠવવામાં આવી
મહેશ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ 2012થી વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી નામથી યોજાયેલા લગ્નોત્સવ બાદ હવે આ વર્ષના 21 અને 22 ડિસેમ્બર 2024ના રોજ ‘પિયરિયું’ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે.જેમાં 15 અને 16 જૂનના દિવસે સુરતમાં રહેતા લગ્નમાં રજીસ્ટ્રેશન કરાવનાર યુગલોની મિટિંગની ગોઠવણી કરવામાં આવી છે.આ સાથે જ બહારગામ રહેતા યુગલોની 23 અને 24 જૂનના રોજ મિટિંગ ગોઠવવામાં આવી છે.

લગ્નમાં તમામ ધર્મની દીકરીઓના તેમના રીત રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવે છે
આ સાથે જ સૌ કોઈ જાણે છે કે,પિતા વિહોણી દીકરીઓને પિતાની કોઈ કમી ના રહે આ સાથે જ કોઈ વસ્તુની કમી ન રહે તે માટે 1 અને 2 ઓગસ્ટના રોજ કરિયાવરની ખરીદી કરાવવામાં આવશે. તેમજ 19 ડિસેમ્બરના દિવસે મહેશભાઈની વ્હાલી દીકરો માટે મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું છે.આ લગ્નોત્સવમાં અનેક અગ્રણીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. લગ્નોત્સુક દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. દરેક સમૂહ લગ્નમાં તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્ન કરાવાય છે. તેમજ અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

મુસ્લિમ સમાજની 50થી પણ વધુ દીકરીઓના નિકાહ કરવામાં આવ્યા છે
આ લગ્નોત્સવમાં કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. આ લગ્નઉત્સવમાં એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હોય છે, તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હોય છે. 2012થી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીનું જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આ 13મુ આયોજન છે.

જો કે સૌથી અગત્યની વાત છે કે, છેલ્લા 13 વર્ષમાં મુસ્લિમ સમાજની 50થી પણ વધુ દીકરીઓના લગ્ન કરાવી તેઓ તેમના પાલક પિતા બની ગયા છે.તેમજ તેઓ આરોગ્યથી લઈ તમામ સુવિધાઓ એક પિતાની જેમ પૂરી પાડે છે. એટલુ જ નહી તેમને પોતાના ખર્ચે હનીમૂન પર દેશ વિદેશમાં પણ મોકલે છે અને તેમની પ્રેગનેન્સીનો ખર્ચ તમામ ખર્ચ એક પિતાની જેમ ઉઠાવે છે.