નવી દિલ્હી: AAP રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ, (Swati Maliwal) જેમના પર સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો હતો , તેમને ગઈકાલે રાત્રે AIIMSમાં તબીબી સારવાર આપવામાં આવી હતી. ગુરુવારે મોડી રાત્રે, દિલ્હી પોલીસે હુમલાના સંબંધમાં એફઆઈઆર નોંધી અને તેને મેડિકલ તપાસ માટે એઈમ્સમાં લઈ ગઈ હતી. સ્વાતિ માલીવાલે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મુખ્યમંત્રી આવાસના ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે તેના અંગત સચિવ બિભવ કુમાર આવ્યા અને કોઈપણ ઉશ્કેરણી વગર તેને તમાચા મારી અને પેટ પર મુક્કા પણ માર્યા હતા. પોલીસ આરોપી બિભવ કુમારની ધરપકડ કરવા ચંદ્રવાલ નગરમાં તેના ઘરે ગઈ હતી. પરંતુ તેઓ મળ્યા ન હતા. ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ટીમ તેમને શોધી રહી છે.
“મને વારંવાર તમાચા માર્યા”
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા નિવેદનમાં AAP સાંસદે કહ્યું. “હું ડ્રોઈંગરૂમમાં પ્રવેશી અને ત્યાં રાહ જોઈ રહી હતી. એજ સમયે બિભવે આવીને મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. કોઈપણ ઉશ્કેરણી વિના તેણે મને તમાચા માર્યા અને પેટ પર મુક્કા પણ માર્યા હતા… હું ચીસો પાડતી રહી અને વિનંતી કરતી રહી કે મને જવા દે છતાં પણ તે મને મારતો રહ્યો.
સ્વાતિ માલીવાલએ નિવેદનમાં કહ્યું હતું કે, “ઉસે દેખ લેંગે, નિપટા દેંગે’ જેવી વાતો કહીને ધમકીઓ આપી હતી. તેણે મને મારી છાતી, ચહેરા, પેટ અને મારા શરીરના નીચેના ભાગમાં માર માર્યો હતો. મેં તેને કહ્યું કે હું માસિક ધર્મમાં છું. ખૂબ પીડામાં હોવાથી, મેં તેને ત્યાંથી જવા માટે વિનંતી કરી, આખરે, હું ભાગવામાં સફળ થઇ અને મદદ માટે પોલીસને બોલાવી.
સોમવારે, ડીસીપી (ઉત્તર) મનોજ કુમાર મીણાએ જણાવ્યું હતું કે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સવારે 9:34 વાગ્યે એક પીસીઆર કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીના પીએસ બિભવ કુમારે સીએમ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર તેની પર હુમલો કર્યો હતો.
સીએમ કેજરીવાલ મૌન
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા બિભવ કુમારને શુક્રવારે સવારે 11 વાગ્યે રૂબરૂ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેજરીવાલ ગઈ કાલે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. AAP સાંસદ સંજય સિંહે જવાબ આપ્યો કે તેમની પાર્ટી આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે.
કેજરીવાલ ‘ગુંડા’ જેવું વર્તન કરી રહ્યા છેઃ ભાજપ
ભાજપે માલીવાલ પરના હુમલા કેસ અંગે મૌન જાળવવા બદલ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી ‘ગુંડા’ જેવું વર્તન કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દાવો કર્યો હતો કે કેજરીવાલ આ કેસમાં ‘મુખ્ય ગુનેગાર’ છે કારણ કે ફરિયાદ મુજબ, તેમના સહયોગી બિભવ કુમારે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને માલીવાલ પર હુમલો કર્યો હતો. આ માટે ભાટિયાએ દિલ્હી પોલીસને ફોન કરીને માલીવાલે નોંધાવેલી ફરિયાદમાં સપષ્ટ કર્યું છે.તેમણે કહ્યું, “તેમનું (કેજરીવાલ) મૌન ઘણું કહી જાય છે.
તે સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ… જે જામીન પર છે… તે મુખ્યમંત્રી ઓછા અને ‘ગુંડા’ વધુ બની ગયા છે. તેણે કહ્યું, “એક મહિલાને માર મારવી અને તે પણ તમારા પીએને સૂચના આપીને…આ કોઈ નાની ઘટના નથી. આપણે આના ઊંડાણમાં જવું પડશે. પોલીસ દ્વારા તપાસ થવી જોઈએ. ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
કડક કાર્યવાહી થવી જોઈએઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા રાગિણી નાયકે કહ્યું કે માલીવાલ પર હુમલામાં સામેલ વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીમાં ‘ભારત’ ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. રાગિણી નાયકે કહ્યું કે આ મામલે કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે.
તેમણે કહ્યું, “જો કોઈ મહિલા વિરુદ્ધ કોઈ ગુનો કરવામાં આવે છે, તો પછી આ ગુનામાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, પછી તે કોઈપણ રાજકીય પક્ષ સાથે સંબંધિત હોય કે ન હોય.” (આપ સાંસદ) સંજય સિંહે પણ આ જ વાત કહી અને કોંગ્રેસ પાર્ટીએ પણ આ જ વાત કરી છે.” તેણીએ એમ પણ કહ્યું કે માલીવાલ પોતે તેના કાયદાકીય અધિકારોને સમજે છે કારણ કે તે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ રહી ચૂકી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App