અંબાલાલ પટેલે ગરમીમાં કરી ધોધમાર વરસાદ વાવાઝોડાની આગાહી! જાણો ક્યારે થશે સાચુ

Cyclone Forcast: અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ એડ એલર્ટની આગાહી(Cyclone Forcast) કરવામાં આવી છે. શહેરમાં 21 થી 25 સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજ છે. તેમજ આ સીઝનમાં પ્રથમ રેડ એલર્ટ છે.

ખાસ આ બાબતોનું ધ્યાન રાખવા તંત્રએ કરી અપીલ
તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરે અને સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ગાર્ડન વિભાગ અને લાઈટ વિભાગને પણ જરૂરી સુચના આપવામાં આવશે. આગામી 5 દિવસ દરમિયાન તાપમાન 45 દિવસ રહેવાની આશંકાના પગલે બપોરના સમયે છાયામાં રહે અને દુપટ્ટો,ટોપી અને સુતરાઉ કાપડ પહેરવા સૂચના છે. આ સિવાય વધુમાં વધુ પ્રવાહી લેવા પણ AMC દ્વારા અપીલ કરવામાં આવી છે. જો વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવો તેમ પણ જણાવ્યું છે. હેલ્થ વિભાગ,સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સૂચનાઓ અપાઈ છે ત્યાં હિટ એક્શન પ્લાન, ગાઈડલાઈનનું પાલન થાય તે અંગે તપાસ કરાશે.

અન્ય જિલ્લામાં ઓરેન્જ યલો અલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, સાબરકાંઠામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ત્રાટકશે વાવાજોડું
તો બીજી તરફ 26 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે 100-120 km ની ઝડપે પવન ફૂંકાશે. અરબસાગરમા મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ આરબસાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા પણ છે.આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફાંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી
આ વાવાઝોડાંના પરિણામે પશ્ચિમ બંગાળમાં પ્રતિ કલાક 100થી 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના જાણીતા હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ હવામાન વિભાગ જેવી જ આગાહી કરી છે. તેમણે પણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને તે મેના અંત કે જૂનના પ્રારંભમાં ગુજરાત પર ત્રાટકશે. આમ ગુજરાતમાં હજી એક વાવાઝોડાંની નુકસાનીનો સરવે પૂરો થયો નતી ત્યાં બીજાનો ભય તોળાવવા માંડ્યો છે.

અંદબાર-નિકોબારમાં ચોમાસુ બેસી ગયુ
દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. આંદામાન-નિકોબારમાં ચોમાસુ બેસી ગયુ છે. ગુજરાતમાં ચોમાસુ બેસતા પહેલા વાવાઝોડાની એન્ટ્રી થશે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની સંભાવના છે. જો ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.