પંચમહાલમાં એક જ પરિવારના ત્રણ સંતાન ડૂબતા મોત, આખું ગામ હિબકે ચડ્યું!

Panchmahal Accident: પંચમહાલના ઘોઘંબા તાલુકામાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જ્યાં એકસાથે ત્રણ બાળકીના મોત થતા પંથકમાં શોક છવાય ગયો છે. ઘોઘંબા તાલુકાના સીમલીયા નજીક પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓ(Panchmahal Accident) પાણી પીવા માટે એક ખેતરમાં આવેલા પાણીના ઊંડા કોયારીમાં પહોંચી હતી. જ્યાં એક બાળકી ખાડામાં પડી જતા તેને બચવવા જતા અન્ય બે બાળકીઓ પણ ખાડામાં પડી હતી.

જ્યાં ત્રણે બાળકીઓના મોત નિપજ્યા હતા. દામાવાવ પોલીસને બનાવની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે તમામ બાળકીઓના મૃતદેહોને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં એક જ  કુટુંબમાં રહેતી અને એક જ ફળિયાની ત્રણ માસૂમ બાળકીઓના મોતથી ગમમાં અરેરાટી વ્યાપી ગઇ છે.ઘરેથી બકરા ચરાવવા સીમમાં ગયેલી ત્રણ બાળકીઓમાંથી એક બાળકી માત્ર 5 વર્ષની છે જયારે અન્ય બે બાળકીની આયુ 12 વર્ષની છે. મળતી માહિતી અનુસાર ગત સાંજે પરિવારે ત્રણેય બાળકીઓને બકરા ચરાવવા ગામની સીમ તરફના વિસ્તારમાં મોકલી હતી.

બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા જામલાભાઈ ચંદ્રાભાઈ બારીઆના ખેતરના કાચા કૂવામાં નીચા નમી પાણી પીવા જતા તે કોયારીમાં લપસી પડી હતી. તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કોયારીના પાણીમાં પડી હતી. બકરા ચરાવવીને ત્રણેય બાળકીઓ સાંજે પરત ઘરે ન ફરતા પરિવારે સીમમાં જઈ શોધ કરી હતી ત્યારે ત્રણેય બાળકીઓના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યા હોવાનું પરીવાને જાણ થઇ હતી.  

મૃતક બાળકી

  • 05 વર્ષની કીર્તિ વનરાજભાઈ બારીઆ
  • 10 વર્ષની સરસ્વતી અજબભાઈ બારીઆ
  • 12 વર્ષની લલિતા છગનભાઈ બારીઆ

પરિવારની બેદરકારીના કારણે ત્રયેણબાળકીનું મોત નીપજ્યું હોવાનું જણતા હાલમાં દામાવાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય બાળકીઓના મૃતદેહને આજે સવારે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.