ભારતની લોકસભામાં સોમવારે રાત્રે ભારે હો હા અને ધાંધલ વચ્ચે પસાર થઇ ગયેલા નાગરિકતા સુધારા ખરડાથી પાકિસ્તાનને બળતરા ઉપાડી હતી અને પાકિસ્તાને આ ખરડાનો વિરોધ કરતું નિવેદન પ્રગટ કર્યું હતું. પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે ભારતમાં વસતા લઘુમતિ મુસ્લિમોના અધિકાર પર આ ખરડો તરાપ મારે છે અને મુસ્લિમોના અધિકારો છીનવાઇ જશે છે. આ ખરડાથી મુસ્લિમોની સલામતી અંગે ચિંતા પાકિસ્તાનને છે.
પાકિસ્તાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી થયેલી તમામ સંધિ-સમજૂતીનો આ ખરડો ભંગ કરે છે. પાકિસ્તાનના વિદેશ ખાતાએ પ્રગટ કરેલા નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને બીજા બે દેશોના મુસ્લિમો સિવાય સૌને નાગરિકતા આપવાનો આ પ્રસ્તાવ ખોટો છે અને ધર્મના આધારે ભેદભાવ કરવા અંગેની તમામ આંતરરાષ્ટ્રીય સમજૂતીનો ભંગ કરે છે.
પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો હતો કે જમણેરી હિન્દુ નેતાઓ દ્વારા ભારતને એક હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પહેલું પગલું હોય શકે.આ ખરડો કટ્ટર હિન્દુવાદનું સમર્થ કરે છે અને આ વિસ્તારમાં સરમુખત્યારશાહી સ્થાપવાની મહત્વકાંક્ષાનું પરિણામ છે. નિવેદનમાં એવો દાવો કરાયો હતો કે પાડોશી રાષ્ટ્રોની આંતરિક બાબતોમાં દખલ દેવાની આ એક તરકીબ છે અને અમે એનો જોરદાર વિરોધ કરીએ છીએ. પાકિસ્તાને ત્યારબાદ કશ્મીરને આ મુદ્દા સાથે સાંકળી લેતાં ઉમેર્યું કે કશ્મીરી પ્રજા પર ગુજારાઇ રહેલા અત્યાચારો પણ આ આત્યંતિક વિચારધારાનું પરિણામ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.