આગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ તૈયાર રહે; ભારે પવન સાથે આવશે ધમધોકાર વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે, કારણ કે હવાામન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી(Ambalal Patel Prediction) કરતા જણાવ્યું છે આગામી 17 જૂનથી 22 જૂન સુધી રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે.

અંબાલાલ પટેલે કરી આ આગાહી
આગામી દિવસોમાં જબરદસ્ત આંધી વંટોળ સાથે પવન ફૂંકાશે.જેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે.ભારે પવનને કારણે ઝાડની ડાળીઓ ફંગોળાય જશે અને મકાનના છાપરા ઉડી જશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આગળ વધુમાં જણાવ્યુ કે આ વરસાદની અસર રાજકોટ,અમદાવાદ,ભાવનગર,બોટાદ, અમરેલી, ખંભાત, ગોધરા, તારાપુર, ખેડા, વડોદરા, વિરમગામ, સુરેન્દ્રનગર, જામનગર, ગાંધીનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

કયા દિવસે ક્યાં સૌથી વધુ વરસાદની આગાહી
16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસશે. 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ધબધબાટી વરસાદ પડશે.

18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડશે. 19 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ગરમી 42 ડિગ્રી નજીક
બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી નજીક પહોચ્યો હતો. રાજ્યમાં 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન અને 34 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.