દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: દરિયાકાંઠા પર ભારે મોજાની શકયતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Monsoon: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. પરંતુ તે સિવાયના વિસ્તારોમાં ગરમી અને બફારાનું સામ્રાજ્ય છવાયેલું છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ(Gujarat Monsoon) વરસ્વાનું અનુમાન આપવામાં આવ્યું છે.

આ સાથે તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય તે અંગેની પણ આગાહી આપી છે.તો બીજી તરફ ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ થઇ નથી રહ્યો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી જ વરસાદ થવાની શક્યતા
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યુ છે કે, 23મી તારીખથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. કેરળથી કર્ણાટક સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ આ વરસાદ પશ્ચિમ બાજુથી મહારાષ્ટ્રમાં વરસતો વરસતો તારીખ 24થી 26માં ગુજરાતમાં પણ આવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે કહ્યુ કે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી જ વરસાદ થવાની શક્યતા છે.

વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસા અંગે તેમણે જણાવ્યુ છે કે, 24થી 29 જૂન સુધીમાં બંગાળ ઉપસાગરનો ભેજથી એમપીમાં આવીને ગુજરાતના મોટાભાગના ભાગોમાં 30મી જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે.21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

સિસ્ટમ થશે સક્રિય, વરસાદ લાવશે
ચોમાસામાં વરસાદ કેટલા પ્રમાણમાં થશે એ મુખ્યત્વે બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં વિકસિત થતા વરસાદી સિસ્ટમ પર આધારિત હોય છે જો આ સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે જુનાગઢના હવામાન વિભાગના મત અનુસાર આ સિસ્ટમને 27 બાદ કરી સક્રિય થઈ શકે છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારોમાં તેમજ વિવિધ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે.