Bhopal Road Accident: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ રોડ પર ત્રણ વાહનો સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં(Bhopal Road Accident) ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે અન્ય 13 લોકો ઘાયલ થયા હતા ત્યારે ઘાયલોને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓવરટેકિંગને કારણે આ અકસ્માત થયો હતો.
3 વાહનો એકબીજા સાથે અથડાયા હતા
શનિવારે મોડી રાત્રે રાજાભોજ એરપોર્ટ રોડ પર જીપ, સેન્ટ્રો અને XUV વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક કાર અન્ય વાહનને ઓવરટેક કરી રહી હતી ત્યારે તેની સામે બીજી કાર આવી.જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
12 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરી. જે બાદ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જો કે તમામ ઇજાગ્રસ્તોની હમીદિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
અકસ્માત સર્જાતા અફરાતફરી
વાસ્તવમાં, ભોપાલમાં ખુલ્લી જીપની ફેશન હજુ પણ ઘણી વધારે છે અને ભોપાલના લોકો પણ ખુલ્લી જીપ રાખવાના શોખીન છે. રાત્રે બનેલા આ અકસ્માતમાં નજરેજોનારાઓએ પોલીસને જણાવ્યું કે જીપની સ્પીડ ઘણી વધારે હતી અને આ ઘટના બની ત્યારે જીપ ચાલક મહિન્દ્રા એસયુવીને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.જો કે આ અકસ્માતના પગલે ભારે અફરાતફરી સર્જાઈહતી.
મરણચીસોથી રોડ ગુંજી ઉઠ્યો
આ અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. જે બાદ આ અકસ્માતની નોંધ લઇ તેની તપાસ હાથ ધરી હતી.જો કે આ અકસ્માતમાં 3-3 મોત થઇ જતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.તેમજ રસ્તો મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App