આસામમાં સીએબીનો વિરોધ હિંસક બન્યો હતો, જેને પગલે ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા. ગુવાહાટીમાં દેખાવોને ધ્યાનમાં લેતાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરંતુ હજારો લોકો કર્ફ્યુ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુવાહાટી પછી ગુરૂવારે શિલોંગમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ 48 ક્લાક ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. દેખાવોના પગલે ગુવાહાટી એરપોર્ટ જતી બધી જ ફ્લાઈટ અને પૂર્વોત્તર જતી બધી જ ટ્રેનો રદ કરી દેવાઈ છે.
આ બધે વિરોધ છતા નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરીની મહોર મારી છે. તે સાથે જ આ બિલ હવે બીલ ન રેહતા કાયદો બની ગયો છે. ગુરૂવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિએ બિલ પર હસ્તાક્ષર કર્યા, જે બાદ આ બિલે કાયદાનું સ્વરૂપ લીધું છે. નાગરિકતા સંશોધન બિલ કાયદો બની જતા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં આ બીલ ભારે હંગામા બાદ પસાર થયું હતું. આ કાયદા અંતર્ગત હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ કે જે 31 ડિસેમ્બર 2014 સુધીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હોય અને તેમને આ દેશોમાં ધાર્મિક ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો હોય તેઓને ગેરકાયદેસર પ્રવાસી નહીં માનવામાં આવે અને તેઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. નાગરિકતા સુધારા બિલ બુધવારે રાજ્યસભામાં અને સોમવારે લોકસભામાંથી પસાર થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.