Sales of Rough Diamonds: રફ હીરાના વેચાણમાં(Sales of Rough Diamonds) થયેલો આ નોંધપાત્ર ઘટાડો ખાસ કરીને ચીનમાં ચાલી રહેલા આર્થિક વિકાસના પડકારોને પણ ગણવામાં આવી રહ્યા. વિશ્વમાં સૌથી વધુ રફ હીરાની ઉત્પાદન કરતી ડીબીયર્સ દ્વારા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પોતાની ચેઈનના પાંચમા વેચાણમાં 31 ટકા સુધીનો નોંધપાત્ર છે. ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મુજબ 141 મિલિયન ડોલરનો ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.
315 મિલિયન ડોલરના રફ હીરા વેચાયા
પ્રાપ્ત વિગતો મુજબ ડી બીયર્સ દ્વારા ૨૦૨૪ના પોતાની રફ હીરાની વેચાણના પાંચમા તબક્કામાં ૩૧૫ મિલિયન રફ હીરાનું વેચાણ થયું હતું. જે વર્ષ ૨૦૨૩ના પાંચમા તબક્કામાં ૪૫૬ મિલિયન ડોલર હતું. ડી બીયર્સ ગૃપના જણાવ્યા અનુસાર યુરોપમાં અને અમેરિકામાં ઉનાળાની સિઝન દરમિયાન રફ હીરાનું વેચાણ એકંદરે સામાન્ય રહ્યું હતું. જેમાં જી-7 દેશોના પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે.
આ સાથે તાજેતરમાં લાસવેગાસમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય જેસીકે શોમાં પણ જોઈએ એવી માગ રહી ન હતી. તેથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રફ હીરાના વેચાણના પાંચમા તબક્કામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ગત વર્ષે 456 મિલિયન ડોલરના રફ હીરા વેચાયા હતા આ વર્ષે પાંચમી સાઈટમાં 315 મિલિયન ડોલરના રફ હીરા વેચાયા હતા.
છેલ્લા 2 વર્ષથી ડાયમંડ માર્કેટમાં મંદીનું વાતાવણ
રફ હીરાનું ટ્રેડિંગ કરતી ડીબિયર્સ કંપનીની 4થી હરાજીમાં વેચાણમાં 31 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ માર્કેટમાં મંદીનું વાતાવણ છે. રશિયા-યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયેલ યુદ્ધને કારણે અમેરિકા સહિતના દેશોમાં ખાસ ધંધો નથી, જેની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે. આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીનું વેચાણ અને એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગનું એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે. ડીબિયર્સ વર્ષમાં 10 સાઈટ બહાર પાડીને રફ હીરાની હરાજી કરે છે.
338 યુએસ મિલિયન ડોલરના હીરાની હરાજી
વર્ષ 2024ના જૂન મહિના સુધીમાં 5 વખત રફ હીરાની સાઈટ બહાર પાડી છે. પાંચમી હરાજી 10થી 14 જૂન સુધી યોજાઈ હતી, જેમાં વર્ષ 2023ની પાંચમી હરાજીની સરખામણીમાં વર્ષ 2024માં યોજાયેલી રફની હરાજીમાં રફ હીરાના વેચાણમાં 31 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023ની પાંચમી સાઈટમાં 456 યુએસ મિલિયન ડોલરના જ્યારે વર્ષ 2024ની પાંચમી હરાજીમાં 315 યુએસ મિલિયન ડોલરની રફનું વેચાણ થયું હતું, જ્યારે વર્ષ વર્ષ 2024ની ચોથી સાઈટની સરખામણીમાં વર્ષ 2024ની પાંચમી સાઈટમાં રફ હીરાને વેચાણમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024ની ચોથી સાઈટમાં 338 યુએસ મિલિયન ડોલરના હીરાની હરાજી થઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App