૧૩ મી ડિસેમ્બરે સંજીવકુમાર ઓડિટોરિયમમાં FOODMECH ASIA 2020 એક્સ્પોની લોંચ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમની સાથોસાથ બીએપીએસ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ના સેમિનાર નું પણ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં જ્ઞાન વત્સલ સ્વામી સુરતીઓને સ્ટ્રેસ લેવલ કઈ રીતે ઓછું રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત પ્રોફેશનલ લાઈફ કેવી રીતે હેન્ડલ કરવી તેના વિશે પણ માર્ગદર્શન આપશે.
FOODMECH ASIA છેલ્લા ઘણા વર્ષોથી ફૂડ ઈન્ડસ્ટ્રીને લગતા ફેરનું આયોજન કરે છે.ફક્ત સુરતમાં જ નહીં પરંતુ નાગપુર,ઇન્દોર,કલકતા જેવા શહેરોમાં પણ આ ફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફૂડ ઈન્ડસ્ટ્રીને લગતી મશીનરીઓ પ્રદર્શિત કરવામાં આવે છે અને પોતાના બિઝનેસને સફળ બનાવવા ની સોનેરી તક મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.