કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા વાળા નિવેદન પર લોકસભામાં હોબાળો થયો છે. બીજેપીની દરેક મહિલા સાંસદે રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે. જોકે હવે કોંગ્રેસે તેના પર પુરજોશમાં વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હું આ વિશે માફી નહીં માંગુ. મારી પાસે એ વીડિયા ક્લિપ પણ છે જેમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીને ‘રેપ કેપિટલ’ કહ્યું છે. તેથી માફી માંગવાનો પહેલો વારો એમનો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ શુક્રવારે સવારે આવો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. તેમાં વડાપ્રધાન મોદી દિલ્હીને ‘રેપ કેપિટલ’ કહી રહ્યા છે.
मोदीजी,
देश में फैली अराजकता से ध्यान बाँटने के लिए आप खुद ही संसद नही चलने दे रहे
जान लें, देश की बेटियाँ आए दिन की रेप व मनमानी के ख़िलाफ़ निर्णायक कार्यवाही चाहती हैं।
रेप इन इंडिया मंज़ूर नही।
और इस बारे खुद का ब्यान भी सुनिए⬇️
अगर यह सही नही, तो पहले खुद माफ़ी माँगिए। pic.twitter.com/YvZYDB0dgr
— Randeep Singh Surjewala (@rssurjewala) December 13, 2019
રણદીપ સુરજેવાલાએ તેમના ટ્વિટર પર લખ્યું છે, મોદીજી દેશમાં ફેલાયેલી અરાજકતાથી ધ્યાન ડાઈવર્ટ કરવા તમે જ સંસદ નથી ચાલવા દેતા. જાણી લો કે દેશની દીકરીઓ રેપ-મનમાની વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી ઈચ્છે છે. રેપ ઈન ઈન્ડિયા મંજૂર નથી અને આ વિશે તમારુ જ નિવદેન છે. જો આ સાચુ નથી તો તમે જાતે જ માફી માંગી લો.
રણદીપ સુરજેવાલાએ પીએમ મોદીનો જે જૂનો વીડિયો હતો તે ટ્વિટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે, આંતરે દિવસે દિલ્હીમાં રેપના ન્યૂઝ સામે આવે છે. દિલ્હીને રેપ કેપિટલ બનાવી દીધું છે. દિલ્હીને જે રીતે રેપ કેપિટલ બનાવવામાં આવ્યું છે તેના કારણે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ખરાબ થઈ રહ્યું છે. તમારી પાસે મા-બહેનોની સુરક્ષા માટે કોઈ નવી યોજના નથી, હિમ્મત નથી અને તે માટે તમે કશુ કરતા પણ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.