આ જગ્યાએ પાંઉમાંથી નીકળ્યું ઉંદરનું મૃત બચ્ચું, માલિકે લાકડાનો ટુકડો હોવાનું કહીને વાત ટાળી

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે મોરબીમાં ગ્રાહકોએ ખરીદેલ પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો…

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે મોરબીમાં ગ્રાહકોએ ખરીદેલ પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પહેલા પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ના એક સરકારી શાળામાં મધ્યાહન ભોજનની દાળમાં મરેલો ઉંદર નીકળ્યો દાળમાં મરેલા ઉંદર હોવાની જાણકારી મળવા સુધીમાં તો ઘણા વિદ્યાર્થીઓ અને સ્ટાફે ખાવાનું ખાઈ લીધું હતું. જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ આહારની સાથે-સાથે અનાજમાં બેજવાબદારીનું પ્રમાણ પણ વધ્યું છે. અનાજમાં, ફૂ઼ડ પેકેટમાં જીવાતો નિકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે અનેક સવાલો ઉભા કરે છે. તહેવારો હોય ત્યાર દેખાડા પૂરતા દરોડા થાય છે. બાકી વર્ષભર આ રીતે સૌના આરોગ્ય સાથે ચેડા ચાલતા જ રહે છે.

મોરબીની ક્રિષ્ના બેકરીના પાઉંમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકના પાઉંમાંથી જીવાત નીકળી છે. શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના બેકરીમાં આ ઘટના બની છે. માલિકે લાકડાનો ટુકડો હોવાનું કહીને વાત ટાળી દિધી હતી. અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ આહારની સાથે-સાથે અનાજમાં બેજવાબદારીનું પ્રમાણ પણ વધ્યું છે. અનાજમાં, ફૂ઼ડ પેકેટમાં જીવાતો નિકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે અનેક સવાલો ઉભા કરે છે. તહેવારો હોય ત્યાર દેખાડા પૂરતા દરોડા થાય છે. બાકી વર્ષભર આ રીતે સૌના આરોગ્ય સાથે ચેડા ચાલતા જ રહે છે. ત્યારે હવે આ મામલે કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

બિન આરોગ્યપ્રદ આહાર છતા કેમ ઘમઘમે છે આવી બેકરીઓ? ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે ? ત્વરીત કાર્યવાહી ક્યારે થશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *