Rahul Gandhi in Ahemdabad: લોકસભાના વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે 6 જુલાઈનાં રોજ રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન(Rahul Gandhi in Ahemdabad) ખાતે બપોરે 12:30 પહોંચ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસનાં બબ્બર શેર કાર્યકરોઓને મળીને સંબોધન કર્યું હતું. જે કોંગ્રેસના કાર્યકરો જેલમાં છે તેમના પરિવારોને રાહુલ ગાંધી મળશે. તેમજ ગુજરાતમાં જુદી જુદી બનેલી કરુણાતીકાઓનાં પીડિત પરિવારજનોને પણ રાહુલ ગાંધી મળશે.જો કે રાહુલ ગાંધીની મુલાકાતનો વીએચપી બજરંગ દળે વિરોધ કર્યો છે. વિરોધ કરી રહેલા વીએચપી બજરંગ દળ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વીએચપી કાર્યોલય ખાતે કાર્યકરોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે
વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતાઓને મળવાના હતા પણ કાર્યકર્તાઓને જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલી અપાતા તેમનો નવો કાર્યક્રમ નક્કી થઇ રહ્યો છે. આ ઉપરાંત તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે.રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. DCP,ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ગોઠવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો પણ તૈનાત કરાયા છે.
‘ભાજપના પેટમાં તેલ રેડાયું’- શક્તિસિંહ ગોહિલ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાહુલ ગાંધી ન્યાય માટે લડે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા તેમાં ભાજપના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે તે રાહુલ ગાંધીના શબ્દો છે.
રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને મળવા પહોંચે તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા
નોંધનીય છે કે, કોંગ્રેસ ભવન બહાર પથ્થરમારા મામલે કોંગ્રેસના પાંચ કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાયા હતા. રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા હતા. જે બાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે તપાસ અધિકારી પાસે ખુલાસો માંગ્યો હતો. આ અંગે તપાસ અધિકારીએ ખુલાસામાં કહ્યું હતું કે, રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે વહેલા રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે તમામ પાંચ કાર્યકર્તાઓને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો હતો. નોંધનીય છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને મળવા પહોંચે તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા હતા.
રાહુલ ગાંધી જીંદાબાદના નારા લાગ્યા
રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યોલય ખાતે પહોંચ્યા ત્યારે કાર્યકરોએ રાહુલ ગાંધી જીંદાબાદના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીને શિવજીની પ્રતિમા ભેટ રુપે આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને મળશે
જયારે પીડિત પરિવારને મળશે ત્યાં રાહુલ ગાંધી અને પરિવાર જ હશે ત્યાં અન્ય લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે. ચોથા માળે કોન્ફરન્સ હોલમાં પીડિત પરિવારને રાહુલ ગાંધી મળશે જ્યાં મીડિયાને પણ પ્રવેશ આપવામાં નહિ આવે. પીડિત પરિવારોને મળ્યા બાદ વીડિયો જાહેર કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App