સરકારની જબરદસ્ત સ્કીમથી લાઈટ બિલ આવશે ઝીરો! જાણો આ યોજનાની A to Z માહિતી

Solar Rooftop Scheme: જો તમારે પણ ગરમીમાં મોંઘા વીજળીના બિલથી બચવું હોય તો તમારી છત પર સોલર પેનલ લાગવી શકો છો. જો તમે ઘરની છત પર સરળતાથી સોલર પેનલ લગાવો છો તો પોતાની જરૂરીયાત પ્રમાણે વિજળી પેદા કરી શકો છો. અને આ માટે સરકાર પણ મદદ કરી રહી છે. તેથી તમને ઘરમાં AC, પંખા ચલાવવાથી વિજળી બિલની(Solar Rooftop Scheme) ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે.

ગરમીથી બચવા કોઈ સસ્તો ઉપાય શોધતા હોવ તો એ સોલાર પેનલ છે. જેથી તમે મોંઘા બીલ અને પાવર કટની સમસ્યાથી પણ બચી શકો છો. અને એક સારી વાતએ છે કે આ માટે સરકાર સબ્સિડી પણ આપી રહી છે. તેનાથી સોલર પેનલ લગાવવાનો તમારો ખર્ચ ઓછો થઈ જશે. સોલર પેનલ લગાવવાનો ખર્ચ કેટલો આવશે અને સરકારની તરફથી કેટલી સબ્સિડી મળશે અને કેવી રીતે કામ કરે છે આ સરકારી સ્કીમ, આવો જાણીએ સંપૂર્ણ ડિટેલ્સ.

જો તમે પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમારે એ અનુમાન લગાવવાનું રહેશે કે તમારી રોજની ખપત એટલે કે તમારે દરરોજ કેટલા યુનિટ વિજળીનો વપરાશ થાય છે. એટલે કે 6થી8 યુનિટ રોજની વિજળી મેળવવા માટે તમારે 2 કિલોવોટ ક્ષમતાનું સોલર પેનલ પોતાના ઘરની છત પર લગાવવાનું રહેશે. જેમાં તમને ચાર સોલર પેનલ મળશે તેને જોડીને લગાવવાના રહેશે. મોનોપર્ક બાઈફિશિયલ સોલર પેનલ આ સમયે નવી ટેક્નોલોજીનું સોલર પેનલ છે. તેમાં આગળ અને પાછળ બન્ને તરફથી પાવર જનરેટ થાય છે. આ પ્રકારે તમારે રોજ પોતાની જરૂરીયાતના હિસાબથી વિજળી મળી જશે.

તો ચાલો હવે એ જાણીએ કે આ સોલાર પેનલ માટે તમે કેવી રીતે અરજી કરશો. તમે http://pmsuryaghar.gov.in દ્વારા પણ તમે સોલરપેનલ લગાવી શકો છો. સબ્સિડીની વાત કરવામાં આવે તો પીએમ સૂર્ય ઘર મુક્ત વિજળી યોજના હેઠળ તમારી છત પર સોલર પેનલ લગાવવા માટે કરવામાં આવેલા ખર્ચમાં આ યોજના હેઠળ 1 કિલોવોટ માટે 18 હજાર રૂપિયા, 2 કિલોવોટ સુધી 30,000 રૂપિયા અને 3 કિલોવોટ માટે કુલ સબ્સિડી 78,000 રૂપિયા મળે છે.

ફ્રી સોલર રુફટૉપ સબસિડી યોજના દસ્તાવેજ
આધાર કાર્ડ
નિવાસ પ્રમાણપત્ર
રાશન કાર્ડ
બેંક ખાતાની વિગતો
વીજળી બિલ અથવા કંજૂમર નંબર

એક રીપોર્ટ અનુસાર ભારતમાં સૌર ઉર્જાને વધારવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે અને નવી નવી યોજનાઓ સંચાલિત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સોલર પેનલની લાઈફ 25 વર્ષ હોય છે. એવામાં તમે એક વખતમાં આ યોજનામાં રોકાણ કરીને લાંબા સમય માટે ટેન્શનમાંથી ફ્રી રહી શકો છો. જો ખર્ચની વાત કરવામાં આવે તો 1 કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે લગભગ 90 હજાર રૂપિયા 2 કિલોવોટ માટે લગભગ 1.5 લાખ રૂપિયા અને 3 કિલોવોટ માટે 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે.