નેપાળમાં ભૂસ્ખલનથી બે બસ નદીમાં ખાબકી: 7 ભારતીયોનાં મોત; 60થી વધુ પેસેન્જર ગુમ, જુઓ હૈયું કંપાવતી ઘટના

Nepal Landslide: નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-અશિર્તા હાઈવે પર આજે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં(Nepal Landslide) પડી ગઈ છે. જેના કારણે હોબાળો મચી ગયો છે.

આ ઘટનાના પગલે રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તો બીજી તરફ નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ પ્રશાસનને મદદ કરી રહ્યા છે. “પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ 63 લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના મધરાત્રે સાડા ત્રણ વાગ્યે બની હોવાનું કહેવાય છે. નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની માહિતી સામે આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-અશિર્તા હાઈવે પર આજે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં પડી ગઈ છે. આથી હોબાળો મચી ગયો છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ પ્રશાસનને મદદ કરી રહ્યા છે. “પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ 63 લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હોવાનું કહેવાય છે.

ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલન
મળતી માહિતી અનુસાર, અંધકારને કારણે, ભૂસ્ખલનનો ભોગ બનેલી બંને બસો સવારે લગભગ 3.30 વાગ્યે ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. નેપાળમાં ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે જણાવ્યું કે અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ગુમ થયેલી બસોને શોધવાના અમારા પ્રયાસો સતત વરસાદને કારણે અવરોધાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અને ભૂસ્ખલન ચાલુ છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ, ભૂસ્ખલનને કારણે હાઇવે તૂટી ગયા છે અથવા નુકસાન થયું છે. આવી સ્થિતિમાં લોકોને અવરજવરમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ હજુ પણ અટકતો નથી.

ભારત પર પણ પડી અસર
આ દરમિયાન, કાઠમંડુથી ભરતપુરની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ચોમાસાના વરસાદ વચ્ચે નેપાળમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે. અને 90 લોકો ઘાયલ થયા છે. કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 7 લોકો લાપતા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદમાં 121 મકાનો ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ પરિવારોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. નેપાળના વરસાદની અસર ભારતના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે.