સ્પા અને ઓયો બાદ હવે સુરતમાં સાડીના ગોડાઉનની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, યુવતીઓ એવી હાલતમાં ઝડપાઈ કે…

Kutankhana in Surat: સુરતમાં કુટણખાનામાં પણ નવી વેરાયટી જોવા મળી છે. હોટેલ સ્પા, ફ્લેટ અને બંગલા ઉપરાંત હવે ડોમમાં પાર્ટિશન પાડીને ચાલતા કુટણખાનાનો(Kutankhana in Surat) પોલીસે પર્દાફાશ કર્યો છે. સરથાણા પોલીસે કેનાલ રોડ પર આવેલા પતરાના શેડમાં એરકંડિશન વ્યવસ્થા ચાલતા કુટણખાના પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે રૂપજીવિનીઓ મળી આવી હતી, તેને પકડવામાં આવી છે. જ્યારે તેના માલિક અને અને સંચાલક ફરાર છે. તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ડોમમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
સ્પા અને ઓયો રૂમમાં ચાલતાં કુટણખાના પર પોલીસે કડક કાર્યવાહી કરતા હવે દેહના સોદાગરો પોતાનો ગંદો વેપાર ચાલુ રાખવા અવનવી ટ્રીક અજમાવી રહ્યાં છે. શહેરના સરથાણા વિસ્તારમાં ઓનલાઈન સાડી વેચાણ કરનારાઓએ સાડીના ગોડાઉનની આડમાં કુટણખાનું ચાલુ કર્યું હતું.

જોકે, પોલીસે બાતમીના આધારે આ કુટણખાનું પકડી પાડ્યું છે.સુરતમાં સ્પા, હોટલ સહિતની જગ્યાઓ પર ભીંસ વધતાં કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની વિગતો બહાર આવી છે. સરથાણાના કેનાલ રોડ પર મજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન કરીને એસી રૂમ બનાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બાતમીના આધારે રેઈડ કરીને કુટણખાનું ઝડપી પાડી બે લલનાને પકડી છે, જ્યારે સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ રીતે કુટણખાનું પકડાયું
પોલીસે કેનાલ રોડ ઉપર મેજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખસે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનુ શરૂ કર્યુ હોવાની બાતમી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખસે ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી નાસી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબીન સાથે ધમધમતું કૂટણખાનુ મળી આવ્યું હતું. અહીંથી બે લલના પોલીસને મળી આવી હતી.

ગ્રાહક પાસે 1000 લઈ લલનાને 500 આપવામાં આવતા
યોગીચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો. ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી લલનાને 500 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ કબ્જે કરી હતી.