Attack on Donald Trump: ઈસ્કોન મંદિર કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભગવાન જગન્નાથે ટ્રમ્પનો જીવ બચાવ્યો છે. આ માટે તેમણે 1976ની રથયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે રવિવારે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર ફાયરિંગ(Attack on Donald Trump) થયાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં ટ્રમ્પના કાનમાં ઈજા થઈ હતી.
શું છે સમગ્ર મામલો?
ઇસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે ટ્રમ્પ બચી જવા પર દૈવી હસ્તક્ષેપ ગણાવ્યો હતો. રાધારમણ દાસે X પર લખ્યું, ‘બરાબર 48 વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જગન્નાથ રથયાત્રાનો તહેવાર બચાવ્યો હતો. આજે, જ્યારે વિશ્વ ફરી જગન્નાથ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો, અને જગન્નાથે તેમને બચાવીને ઋણ ચુકવ્યું છે.’
રાધારમણ દાસે કહ્યું, ‘જુલાઈ 1976માં, ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્કોન ભક્તોને રથના નિર્માણ માટે તેમના ટ્રેન યાર્ડ વિના મૂલ્યે આપીને રથયાત્રાનું આયોજન કરવામાં મદદ કરી હતી. આજે, જ્યારે વિશ્વ 9-દિવસીય જગન્નાથ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે તેમના પરનો આ ભયાનક હુમલો અને તેમન બચાવ જગન્નાથના હસ્તક્ષેપને દ્રશાવે કરે છે.’
ઇસ્કોન કોલકાતા મંદિરના અધિકૃત એક્સ હેન્ડલ પરથી ‘X’ પર રાધારમણ દાસની પોસ્ટ પણ ફરીથી પોસ્ટ કરવામાં આવી છે. રાધારમણ દાસે કહ્યું, ‘બ્રહ્માંડના ભગવાન મહાપ્રભુ જગન્નાથની પ્રથમ રથયાત્રા 1976માં યુનાઇટેડ સ્ટેટ્સમાં 30 વર્ષીય રિયલ એસ્ટેટ મોગલ ડોનાલ્ડ ટ્રમ્પની મદદથી એનવાયસીની શેરીઓમાં શરૂ થઈ હતી. લગભગ 48 વર્ષ પહેલાં, જ્યારે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) ન્યૂયોર્ક સિટીમાં પ્રથમ રથયાત્રાનું આયોજન કરવાની યોજના બનાવી રહી હતી, ત્યારે પડકારો અપાર હતા.’
જ્યારે ફિફ્થ એવન્યુ પર પરેડ પરમિટ મેળવવી એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, જ્યાં રથ બાંધી શકાય તેટલી મોટી ખાલી જગ્યા શોધવી ક્યારેય સરળ ન હતી, એમ તેમણે જણાવ્યું હતું. તેણે દરેક સંભવિત વ્યક્તિના દરવાજા ખખડાવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૃષ્ણ ભક્તો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા હતા.
તેમણે કહ્યું, ‘ઈસ્કોન 1976માં તેના 10મા જન્મદિવસની ઉજવણી સાથે, એનવાયસીમાં ભક્તો ત્યાં પ્રથમ મોટી રથયાત્રાનું આયોજન કરી રહ્યા હતા. અમને ફિફ્થ એવન્યુનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે ખરેખર મોટી વાત છે. પરંતુ અમારે વિશાળ લાકડાની ગાડીઓ બનાવવા માટે પરેડ માર્ગના પ્રારંભિક બિંદુની નજીક એક ખાલી જગ્યાની જરૂર હતી. અમે પૂછ્યું બધાએ ‘ના’ કહ્યું. તેઓ વીમાના જોખમો વગેરે વિશે ચિંતિત હતા, જે સમજી શકાય તેવું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App