Gujarat Heavy Rain: આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગણતરીના કલાકોમાં જ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ઉમરપાડામાં ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે મોહન અને વીરા નદીનું રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ(Gujarat Heavy Rain) પડ્યો છે. બીજી બાજુ, નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે.
ઉમરપાડામાં 6 કલાકમાં 16 ઈંચ વરસાદ
ગુજરાતના ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં સોમવારે સવારે માત્ર 6 કલાકમાં 16 ઈંચ વરસાદ નોંધાયો :છે. ભારે વરસાદને કારણે ઉમરપાડાની અનેક નદીઓ અને નાળાઓ ઉફાન મારી રહ્યા છે. ઉમરપાડામાં ફરી ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એસડીઆરએફની ટીમ તૈનાત કરી છે.
સોમવારે સવારે 4થી 6 વાગ્યા સુધીમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 100 મીમી વરસાદ નોંધાયો હતો અને સવારે 8થી સવારે 10 વાગ્યા સુધીમાં 247 મીમી વરસાદ નોંધાયો હતો, આમ માત્ર 6 કલાક ઉમરપાડામાં કુલ 16 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એસડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી છે.
મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ
ડેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવેલ મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા છે. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નેત્રંગમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ગુજરાતમાં વરસાદી મોસમ જામી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ભરુચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. અમરાવતી નદી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App