Chandipura Virus: ખતરનાક દેશી વાયરસે દેશના ચાર રાજ્યોમાં પોતાનો ફેલાવો કર્યો છે. આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ છે, જેના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV પુણે) ને એલર્ટ પર રાખવામાં આવી છે. એઈમ્સના બાળરોગ વિભાગના ભૂતપૂર્વ એચઓડી ડૉ. એમ. બાજપાઈએ (Chandipura Virus ચાંદીપુરા) જણાવ્યું કે 100 માંથી 70 બાળકો આ વાયરસને કારણે મૃત્યુ પામી શકે છે. ડૉ. એમ. બાજપેયીએ કહ્યું કે આમાં મૃત્યુદર 56 થી 70 ટકાની વચ્ચે છે.
બાળકોને વાયરસથી કેવી રીતે બચાવવા?
આ વાયરસ બહુ ઓછા સમયમાં એટલે કે 24 થી 48 કલાકમાં મૃત્યુનું કારણ બની શકે છે. તેથી સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. સફાઈની જરૂર છે. ફુલ સ્લીવ્ઝવાળા કપડાં પહેરાવો. મચ્છરોથી બાળકોને બચાવો. જલદી લક્ષણો દેખાય, તરત જ હોસ્પિટલમાં જાઓ. તેમાં કોઈ એન્ટી વાયરસ થેરાપી નથી. દર્દીઓ ઝડપથી હોસ્પિટલ પહોંચશે તો યોગ્ય સમયે સારવાર થશે.
લક્ષણો શું છે?
જે રીતે ફ્લૂના સામાન્ય લક્ષણો હોય છે, લગભગ એવા જ લક્ષણો તેમાં જોવા મળે છે જેમ કે તાવ, માથાનો દુખાવો, ઝાડા, હિંચકી પણ આવી શકે છે, તે મગજને ખૂબ જ ઝડપથી અસર કરે છે. ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. તેથી જો આ ઋતુમાં આવા લક્ષણો જોવા મળે તો તેને હળવાશથી ન લો.
શા માટે તેનું નામ ચાંદીપુરા વાયરસ છે?
મહારાષ્ટ્રના નાગપુર નજીક ચાંદીપુરામાં વર્ષ 1965માં પ્રથમ વખત તેનો કેસ જોવા મળ્યો હતો. તેના કારણે વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું. આ વાઇરસ વર્ષ 2004, 2006 અને 2019માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાયો હતો. વર્ષ 2007માં આંધ્રપ્રદેશમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના કેસો સમયાંતરે આવતા રહે છે.
આ વાયરસ ક્યાં ફેલાયો છે?
ગુજરાતમાં પગ પસારો કર્યા બાદ ચાંદીપુરા વાયરસે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાળકોને ભરડામાં લીધા છે. તમામ બાળકોના બ્લડ સેમ્પલ પુષ્ટિ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)માં મોકલવામાં આવ્યા છે. ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને રાજકોટમાં તેના કેસ નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ચાંદીપુરામાં અત્યાર સુધીમાં 8600 લોકોની તપાસ કરવામાં આવી છે, જ્યાં વાયરસનો ફેલાવો પ્રકાશમાં આવ્યો છે. અહીં સમગ્ર વિસ્તારને 26 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App