સુરતમાં સમલૈંગિક યુવાનને શરીરસુખ માણવાની મજા લેવા જતા મળી ગઈ સજા, થયું ના થવાનું…

Surat News: ગે ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ પડાવી લઈ ગુગલ પે મારફતે 17 હજાર પડાવી લેનારાઓ વિરૂદ્ધ વરાછા પોલીસ(Surat News) મથકે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે બે લુંટારૂઓને ઝડપી પાડ્યા છે.ઉપરથી કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. આ અંગે કારીગરે વરાછા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે હિતેશ બારૈયા, નીતીન બારૈયા, કનુ બારૈયા અને વનરાજ ઉર્ફેખસીયા સામે ગુનો નોંધ્યો છે.

કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી
વરાછા રહેતા અને એમ્બોઇડરીના કારખાનામાં નોકરી કરતો 26 વર્ષીય યુવક એપ્લિકેશનના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આ‌વ્યો હતો. પછી યુવકને હિતેશ નામના શખ્સે વરાછા મારૂતિચોક પાસે મળવા બોલાવ્યો હતો. યુવકે તેને ના પાડી છતાં પણ તે ફોન કરીને બોલાવતો હતો.

છેવટે યુવક વરાછા મારૂતિચોક ખાતે 12 જુલાઈએ ગયો હતો, જ્યાંથી હિતેશ તેને વરાછા ઘનશ્યામનગર શેરીમાં લઈ ગયો હતો, જ્યાં હિતેશ સાથે અન્ય યુવક બેઠો હતો તે સમયે બીજા 3 બદમાશોએ આવીને તેને કહ્યું કે અહીં શું કરે છે એમ કહી તેનો મોબાઇલ છીનવી લીધો હતો અને પૈસાની માગણી કરી હતી.

ધમકી આપી પૈસા પડાવ્યા
આરોપીઓએ યુવકના મોબાઇલનો પાસવર્ડ લઈ બેંકમાંથી 17 હજારની રકમ અને 110ની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. પછી આરોપીઓએ તેને ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો તને જીવતો છોડીશું નહીં. જો કે, યુવકે તેના શેઠને આ બાબતે વાત કરી હતી. બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી. જો કે, યુવકે તેના શેઠને આ બાબતે વાત કરી હતી. બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી.

આ આરોપીની ધરપકડ કરી
હાલમાં વરાછા પોલીસે હિતેશ સામત બારૈયા (20) (રહે, ભરતનગર, વરાછા, મૂળ જામકાગામ, અમરેલી) અને નીતીન જેરામ બારૈયા (21) (રહે, પરિમલ સોસા, વરાછા, મૂળ જામકાગામ, અમરેલી)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ છે.