Pardi Triple Accident: પારડી નાસિક હાઇવે પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. એક પિકઅપ જીપચાલકે પૂરપાટ વાહન હંકારીને રીક્ષા ચાલકને ટક્કર મારતા રીક્ષા આઇસર ટેમ્પો સાથે ભટકાઇ હતી. જેમાં ટેમ્પો ચાલકે ત્રણ લોકોને અડફેટમાં લેતા ત્રણેના(Pardi Triple Accident) ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે રીક્ષા ચાલકની હાલ ગંભીર બતાવવામાં આવી રહી છે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ત્રીપલ અકસ્માત સર્જાયો
આ અંગે મળતી વિગત અનુસાર છકડો રીક્ષાચાલક પારડી તરફ આવી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા પીકઅપ ચાલકે ગફલત ભરી રીતે વાહન હંકારી છકડો રીક્ષાને ટક્કર મારી હતી. છકડો રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો સીધો સામે આવી રહેલા એક આઈસર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયો હતો. આઈસર પર ટક્કરના કારણે રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ દરમિયાન ત્રણ લોકો આઈસરની અડફેટમાં આવી ગયા હતા.
ત્રણ લોકોના મોત
આ જીવલેણ અકસ્માતમાં બે સ્થાનિક મહિલા રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. સાથે જ મેવરી ગામે થયેલ ત્રિપલ વાહન અકસ્માતમાં કપરાડાની બોર્ડરનું ગામ બારપુરાના રહેવાસી લલિત સંજય બડગરનું પણ કરૂણ મોત થયું છે, જે ITI માં જતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા બારપુરાના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રિક્ષાચાલકની હાલત ગંભીર
આ અકસ્માતમાં છકડો રીક્ષાચાલકના માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનાસ્થળે અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
અજાણ્યા પીકઅપ ચાલકની શોધખોળ હાથ ધરી
ત્રીપલ અકસ્માત અંગેની જાણ પારડી પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરવા કવાયત હાથ ધરી હતી. તેમજ ત્રણેય મૃતદેહનો કબજો લઈ તેમના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ પીકઅપ ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. પોલીસે આ અજાણ્યા પીકઅપ ચાલકની શોધખોળ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App