Gujarat Heavy Rain: ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ(Gujarat Heavy Rain) આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ પડયો છે.
ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યભરમાં ચોમાસું બરાબર જામી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘણો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. તો નર્મદાના તિલકવાડામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અને વડોદરાના પાદરા તાલુકામાં 8.5 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ થયો છે તો ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ થયો છે. તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App